વિધવા સહાય/ ગંગા સ્વરૂપ પેન્શન યોજના રૂ.૧૨૫૦/ માસિક માટે જરૂરી પુરાવા. વિધવા સહાય માટે જરૂરી પુરાવા • અરજદાર અને તેના પુત્રની આવક દર્શાવતું આવક નો દાખલો/પ્રમાણપત્ર (૧,૫૦,૦૦૦ થી ઓછી આવક) • અરજદારનું રેશન કાડૅ • અરજદારનું આધારકાર્ડ અને વોટીંગ કાર્ડ • અરજદારના પતિ ના મરણ નો દાખલો • અરજદારના દરેક સંતાનોના આધારકાર્ડ • અરજદારનું લાઇટબીલ/વેરાબીલ • પુનઃલગ્ન કરેલ નથી તેનું તલાટીશ્રી પાસેથી મેળવેલું પ્રમાણપત્ર • અરજદારની ઉમરનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/જન્મનો દાખલો/સિવિલ સર્જન નું પ્રમાણપત્ર) • અરજદારનો પાસપોર્ટ સાઈઝ ફોટો • 2 સાક્ષીઓના આધારકાર્ડ અને પાસપોર્ટ સાઈઝ ફોટા વિધવા સહાય માટે જરૂરી પેઢીનામાં માટે જરૂરી પુરાવા • અરજદારનું રેશનકાર્ડ • પેઢીનામાં અંગેની અરજી રૂ.૩ ની કોર્ટ ફી સ્ટેમ્પ સાથે • અરજદારના પતિનું મરણ નો દાખલો. • અરજદારનું આધારકાર્ડ અને વોટીંગ કાર્ડ • અરજદારનું લાઇટબીલ/વેરાબીલ ની ખરીનકલ. • અરજદારના પાસપોર્ટ સાઈઝના 2 ફોટા • ૩ પુખ્તવયના સાક્ષીના આધારકાર્ડ ની ખરી નકલ અને 2-2 પાસપોર્ટ સાઈઝ ના ફોટા. વિધવા સહાય માટે જરૂરી તલાટીશ્રી પાસેથી મેળવવાનું પુનઃલગ્ન કરેલ નથી નું પ્રમાણપત્ર માટે જરૂરી પુરાવા(જે દરવર્ષે જુલાઈ મહિનામાં રજુ કરવાનું રહેશે.) • અરજદાર અને તેના પિતાનું શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર • પુનઃલગ્ન કરેલ નથી તે અંગેની અરજી રૂ.૩ ની કોર્ટ ફી સ્ટેમ્પ સાથે. • અરજદારના પતિનો મરણનો દાખલો • અરજદારના દરેક સંતાનોના આધારકાર્ડ • અરજદારનું લાઇટબીલ/વેરાબીલ • અરજદારનો પાસપોર્ટ સાઈઝ ફોટો • 2 સાક્ષીઓના આધારકાર્ડ અને પાસપોર્ટ સાઈઝ ફોટા ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી? અહી ક્લિક કરો. • વિસ્તારને લગતી મામલતદારશ્રી ની કચેરી/તાલુકા વિકાસ અધિકારીની કચેરી. ખાસનોંધ • અરજદારના પતિના વારસદારો દર્શાવતું પેઢીનામું અને પુનઃલગ્ન કરેલ નથી નું સોગંધનામું/એફિડેવિટ બંને એક સાથે રૂ.૫૦ના સ્ટેમ્પ પર કરાવવું. • દરેક પુરાવાઓની ઝેરોક્ષ કરાવી નોટરી ના સહી/સિક્કા મરાવવા. તથા ઓરીજીનલ પુરાવાઓ સાથે રાખવા. • અરજદારે પેઢીનામાં, પુનઃલગ્નના પ્રમાણપત્ર માટે કચેરીએ રૂબરૂ જવું. સ્ત્રોત:- NJ View