યોજનાનો હેતુ • અનુસૂચિત જાતિના ઘણા લોકો ખેત મજુરી પર નિર્ભર છે. આ જાતિના લોકો ખેતીની જમીન ખરીદ કરીને જાતે ખેતી કરી, આવકમાં વધારો કરી શકે તે આશયથી ખેતીની જમીન ખરીદવા માટે અરજદારને એકર દીઠ રૂ.૧,૦૦,૦૦૦ અને વધુમાં વધુ ૨ એકર માટે રૂ.૨,૦૦,૦૦૦ ની નાણાકીય સહાય યોજના આપવા આવે છે. નિયમો અને શરતો • વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦ રહેશે. • સરકારી સહાય બાદ કરતાં જે લાભાર્થી જમીન ખરીદવા સક્ષમ હોય તેને જ લાભ મળવાપાત્ર છે. • કુટુંબની એક જ વ્યક્તિને જ લાભ મળવાપાત્ર છે. • સરકારી સહાયથી મળેલ જમીન લાભાર્થી ૧૫ વર્ષ સુધી બિન વેચાણને પાત્ર રહેશે . • લાભ મેળવનાર લાભાર્થી ખેતમજૂર હોવા જરૂરી છે. રજુ કરવાના ડોક્યુમેન્ટ • અરજદારનું આધાર કાર્ડ • સક્ષમ અધિકારીશ્રી દ્વારા આપવા આવેલ જાતિનું પ્રમાણપત્ર • ખેડૂત /ખેતમજુર હોવા અંગેનો તલાટી કમ મંત્રીનો દાખલો • આવકનો દાખલો • બાનાખતની ખરી નકલ • જમીન વેચવા અંગેની મહેસૂલ (રેવન્યુ) ખાતાની પરવાનગી ની ખરી નકલ • જમીનના ૭/૧૨ તથા ૮(અ) ઉતારા • જમીન હોય એનું ૭/૧૨ / ૮(અ) / તલાટિકમ મંત્રી નો દાખલો • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું) ક્યાં અરજી કરવી? • જીલ્લા નાયબ નિયામકશ્રી, અનુસુચિત જાતિ કલ્યાણની કચેરી. અથવા • ઓનલાઈન અરજી https://esamajkalyan.gujarat.gov.in/ પર થી કરી શકાશે. ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો સ્ત્રોત: NJVIEW.IN