લાભાર્થીની પાત્રતા

ગ્રામ પંચાયત

ચેરીટી એક્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળા

પાંજરાપોળ

હેતુ

રાજ્યમાં પશુઓને મળવાપાત્ર ઘાસચારાની ઘટ પૂરી કરી, ઘાસચારાનો પ્રશ્ન હલ કરવાનું સરકારશ્રીનું આયોજન.

રાજ્યમાં ગ્રામ્ય કક્ષાએ બિન ઉત્પાદક ગૌચરોની જમીન નવસાધ્ય કરી ઘાસચારા ઉત્પાદન પ્રવૃત્તિને વેગ મળશે.

ગામના પશુપાલકોને વિના મુલ્યે/સસ્તા ભાવે પશુઓને ખવડાવવા પૂરતા પ્રમાણમાં ઘાસચારો મળી રહેશે.

ગામના દૂધાળાં પશુઓના દૂધ ઉત્પાદનમાં વધારો થશે.

પશુપાલકોની આર્થિક અને સામાજિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થશે.

અમલીકરણ

અરજદાર સંસ્થાએ નિયત નમુનામાં અરજી કરવાની રહેશે.

અરજદાર સંસ્થાએ નીચે મુજબ કામગીરી કરવાની રહેશે.

ગૌચર જમીનમાંથી બાવળ, ઝાડી-ઝાંખરા દૂર કરવાના રહેશે.

જમીન સમતલ કરવાની રહેશે.

ખેડ કરવી,બિયારણ નું વાવેતર કરવાનું રહેશે.

સિમેન્ટની થાંભલી સાથે તારની વાડ કરવાની રહેશે.

સહાયનું ધોરણ

પ્રતિ હેક્ટર ૧.૦૦ લાખ રૂપિયા ની મર્યાદામાં વધુમાં વધુ ૨૦ હેક્ટર ગૌચર સુધારણા માટે વધુમાં વધુ રૂ! ૨૦.૦૦ લાખ સહાયની મર્યાદા.

ખાસ કિસ્સામાં ૪૦ હેક્ટર સુધી ગૌચર સુધારણા માટે વધુમાં વધુ રૂ! ૪૦.૦૦ લાખ સુધી સહાય આપી શકાશે.

સ્ત્રોત: ગૌસેવા અને ગૌચર વિકાસ બોડૅ, ગુજરાત રાજ્ય