લાભાર્થીની પાત્રતા: ગ્રામ પંચાયત હેતુ: એક ગામના આશરે ૧૦૦૦ પશુઓને એક જ જગ્યાએ તમામ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવાનું આયોજન. ગામની સ્વસ્છતામાં સુધારો થશે અને ગામ લોકોનું સામાજીક અને આર્થિક સશક્તિકરણ થતા ગ્રામ સ્વરાજની પરિકલ્પના ચરિતાર્થ થશે. ગૌચર સુધારણા થકી ગામના પશુઓને ઘાસચારો પૂરતા પ્રમાણમાં પૂરો પાડી શકાશે. ગોબર ગેસ પ્લાન્ટ થકી ગેસનું વિતરણ અને ઉર્જા ઉત્પન્ન કરવાનું આયોજન. સહાયનું ધોરણ : એક એનીમલ હોસ્ટેલ માટે ૯૦% સરકારશ્રીની સહાય રૂ! ૪૧૫.૦૦ લાખ ૧૦% ગામનો લોકફાળો રૂ! ૪૬.૧૧ લાખ નોંધ: સમગ્ર દેશમાં પ્રથમ એનીમલ હોસ્ટેલની સ્થાપના ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાના આકોદરા ગામે. સ્ત્રોત: ગૌસેવા અને ગૌચર વિકાસ બોડૅ, ગુજરાત રાજ્ય