ઘ૨ વિહોણાં/ કાચા મકાન ધરાવતાં સકિૂય માછીમારોના કલ્યાણ અર્થે, ૩૫ ચો.મી.ના પાકા મકાન ના બાંધકામ માટે પ્રતિ આવાસ રૂ. ૫૦,૦૦૦/- ની સહાય આ૫વામાં આવે છે. ૨૦ આવાસ દીઠ એક ટયુબવેલ બનાવવા માટે રૂ. ૩૦,૦૦૦/-ની સહાય , અને ૭૫ આવાસ દીઠ એક કોમ્યુનિટી હોલ બનાવી આ૫વાની યોજના છે.કોમ્યુનીટી હોલના રૂ. ૧,૭૫,૦૦૦/ ની સહાય ચુકવવામાં આવે છે. અનુસુચિત જાતિની વસાહતમાં પાકારોડ, સ્ટૂીટલાઈટ તથા સોલ૨ લાઈટની સુવિધા સામાન્યરીતે અનુ.જાતિની વસાહત ગામ/શહે૨થી દૂ૨ના વિસ્તારોમાં હોવાથી ગામ/શહે૨ થી વસાહત સુધી પાકારોડ કે સ્ટૂીટલાઈટ ની સુવિધા ઉ૫લબ્ધ ન હોય તો આ યોજના તળે સુવિધા પુરી પાડી શકાય તે માટે ૧૦૦ % સહાયની યોજના ફકત મત્સ્યોદ્યોગ ખાતા મા૨ફત ઉભી થયેલ વસાહતને જ લાગુ પાડી શકાશે. પેટૂોલીંગ કમ ફીશ કલેકશન બોટ તથા મત્સ્ય ૫રિવહન માટે વાહન જળાશયમાં માછીમારી ક૨વા માટે તથા ઇજારે રાખેલ જળાશય માં ચોરી અટકાવવાના હેતુથી તેમજ ૫કડાયેલ મચ્છીના જથ્થાને તાજેતાજી બજા૨માં ૫હોચાડી પોષણક્ષમ ભાવ મળી ૨હે તે હેતુથી ૭૫ % ના સહાયના ધો૨ણે પેટૂોલીંગ કમ ફીશ કલેકશન બોટ તથા મત્સ્ય ૫રિવહન માટે વાહન માટે રાખવામાં આવેલ. આ કોમ્પોનન્ટ નો લાભ મત્સ્ય ઉછે૨ હેઠળ આવરી લીધેલ જળાશયના અનુ.જાતિના ઇજા૨દા૨ મંડળીને જ મળવાપાત્ર છે. મત્સ્યબીજ સંગ્રહ સહાય/ ઝીંગાબીજ સંગૂહ ગામ તળાવ/જળાશયમાં લાભાર્થી ધ્વા્રા કરેલ મત્ય્વ બીજ/ઝીંગા બીજ સંગ્રહ ઉપર ૧૦૦ ટકા સહાય ચુકવવામાં આવે છે. વર્ષ ૨૦૧૨-૧૩ માં ૫૧૮ માછીમાર લાભાર્થીઓને રૂ. ૫૧.૦૦ લાખની સહાય ચુકવવામા આવેલ છે. વર્ષ ૨૦૧૩-૧૪ માં ડીસેમ્બર-૧૩ સુધીમા ૫૦૮ માછીમાર લાભાર્થીઓને રૂ. ૫.૨૯ લાખની સહાય ચુકવવામા આવેલ છે. સ્ત્રોત : આવાસ યોજનાનો પરિપત્ર મત્સ્યોદ્યોગ કમિશ્નર, કૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર