ગુજરાતમાં ક્ચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પાણીની અછતને કારણે પાકને પુરતા પ્રમાણમાં પિયત આપવાની સગવડ ઓછી છે. જેને કારણે વરસાદ ખેંચાયતો પાક નિશ્ફળ જવાની શક્યતા વધી જાય છે. શિયાળાંઆ ખેડુતો પિયતની સગવડ પ્રમાણે ઓછા વિસ્તારમાં વાવેતર કરે છે અને બાકીની જ્મીન પડતર રાખે છે. ખેડુતો ઓછા પાણીએ વધુ ખેતી કરી શકે એ માટે ભારતીય ક્રુષિ અનુસંધાન પરિષદ (આઇ.સી.એ.આર – ઇન્ડિયન કાઉન્સિલ ઓફ અગ્રિકલ્ચર રિસર્ચ) દ્વારા જમીનમાં વધુ સમય માટે ભેજ સંગ્રહ થાય તે માટે “હાઇડ્રોજેલ” (Hydrogel) નામનો પોલીમર (રાસાયણીક પદાર્થ) વિકસાવવામાં આવેલ છે. હાઈડ્રોજેલ શૂં છે? હાઇડ્રોજેલ એ રાસાયણીક પ્રક્રિયાથી તૈયાર કરવામાં આવેલ શક્કરના દાણા જેવો દેખાતો પદાર્થ છે જે પાણીના સંપર્કમાં આવ્યા પછી જેલમાં ફેરવાઇ જાય છે. . હાઇડ્રોજેલ પોતાના વજનથી 250-300 ગણુ પાણી સોષી શકે છે અને છોડના મુળને ચોંટીને પાકને જરૂરીયાત મુજબ સમયસર ભેજ આપે છે. હાઇડ્રોજેલનો ઉપયોગ કરવાથી પાકને પુરા ગાળામાં ખાલી 2-3 પિયત આપવાની જરૂરીયાત રહે છે. હાઇડ્રોજેલ પાક અને જ્મીન માટે સંપુર્ણ પ્રમાણે સુરક્ષિત છે અને તેની કોઇ આડઅસર થતી નથી. હાઇડ્રોજેલ વાપરવાના ફાયદા બિયારણને ઉગવામાં મદદરૂપ થાય છે જ્મીનની ફળદુપતા અને બંધારણ સુધારે છે. ભેજ સંગ્રહ કરી લાંબા ગાળા સુધી પાકને પુરતો ભેજ આપે છે. 40% થી 60% સુધી પાણી અને પોષકતત્વોની બચત કરે છે. પિયતના બે ગાળા વચ્ચે અંતર વધારે છે જેથી કરીને પિયતની સંખ્યા ઘટે છે. જ્મીનનું ધોવાણ અટકાવે છે. છોડને ફુગ અને અન્ય રોગોથી બચાવે છે. ખેતી ખર્ચ ઘટાડીને આવકમાં વધારો કરે છે. હાઇડ્રોજેલ વાપરવાની રીત જમીનમાં છેલ્લી ખેડ સમયે 1 કિલો/એકર હાઇડ્રોજેલ આપો. જો જ્મીન રેતાળ હોય તો 2.5 કિલો/એકર હાઇડ્રોજેલ આપવું. બિયારણ સાથે મિક્સ કરીને ઓરણીથી ઓરી શકાય. વધુ સારા પરીણામ માટે 1 કિલો હાઇડ્રોજેલ તથા 10 કિલો માટી મિક્સ કરી બિયારણ સાથે ચાસમાં વાવી શકાય. નર્સરીમાં છોડ ઉછેરવા માટે 2 ગ્રામ હાઇડ્રોજેલ/મીટર જમીનમાં વાપરવું. ફેર રોપણી સમયે ધરૂના મુળમાં 2 ગ્રામ હાઇડ્રોજેલ/ 1 લીટર પાણીમાં ઓગાળીને છોડને ડબોળીને ફેર રોપણી કરવી. હાઇડ્રોજેલ બજારમાં “પુસા હાઇડ્રોજેલ” ના નામે મળે છે. એક કિલો હાઇડ્રોજેલની કિંમત રૂ 1000 – રૂ 1400 જેટલી છે અને દરેક સાઇઝના પેકિંગમાં (100 ગ્રામ, 250 ગ્રામ, 500 ગ્રામ અને 1000 ગ્રામ) મળે છે. ભારતીય ક્રુષિ અનુસંધાન પરિષદ દ્વારા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીજ સાથે હાઇડ્રોજેલની ઉત્પાદન અને માર્કેટીંગ માટે કરાર કરવામાં આવેલ છે. લેખક ડો. એસ. એન. ગોયલ મુખ્ય઼ સંશોધન વૈજ્ઞાનિક (નિવૃત્ત), આણંદ ક્રુષિ યુનિવર્સટી ખેડુતમિત્રો, સફલ કિસાન પર બીજા પાકો વિશે માહીતી મેળવવા અહીં જુઓ. સફલ કિસાન પર નવી માહિતી વિશે વાટસએપ પર જાણવા માંગતા હોય તો તમારૂં નામ, વોટ્સએપ મોબાઇલ નંબર, ગામ, તાલુકો અને જીલ્લો નીચે આપો. 9742946225 નંબર તમારા ફોન પર સેવ કરો. નંબર સેવ કર્યા વગર વોટ્સએપ પર મેસેજ નહીં મળે તમારા ફોનથી 9742946225 પર Hi મેસેજ મોકલો.