બે હેકટરવાળા ફુવારાના સેટથી અંદાજીત ૨ હે. જેટલો તો વિસ્તાર પિયત હેઠળ આવરી શકાય. તેમજ આ પદ્ધતિમાં જીજીઆરસીના હાલના ભાવ મુજબ સબસીડી વગર અંદાજીત રોકાણ સેટમાં ૩૦૦૦૦/- જેટલું થાય છે. આ પદ્ધતિનું સરેરાશ આયુષ્ય ૧૫ વર્ષ તથા ૧૦% વ્યાજની ગણતરી ધ્યાને લઈએ તો મોટા ફુવારા પદ્ધતિ હેઠળ થતાં વાર્ષિક ખર્ચની (એન્યુલાઈઝડ કોસ્ટ) ગણતરી નીચે મુજબ થશે. કોસ્ટ રીકવરી ફેકટર l ( 1 + l ) N / ( ( 1 + l ) N - 1 ) અહિ l = વ્યાજનો દર ૦.૧૦ ( ૧ + ૦.૧૦ )૧૫ / (( ૧ + ૦.૧૦ )૧૫ - ૧) ૦.૧૩ ઘસારો + વ્યાજ = કોસ્ટ રીકવરી ફેકટર X પદ્ધતિનું રોકાણ ૦.૧૩ X ૩૦૦૦૦ ૫૧૦૦ / વર્ષ / ૨ હે ......................................(ક) મરામત તથા નિભાવ ખર્ચ % ૨% રીપેર એન્ડ મેન્ટેનન્સ ૮૪૦૦૦ X ૦.૦૨ ૮૦૦ / વર્ષ / ૨ હે ..........................................(ખ) હવે પદ્ધતિનો કુલ વાર્ષિક ખર્ચ રૂપિયા / ૨ હે. ( ક ) + ( ખ ) ૫૧૦૦ + ૮૦૦ ૬૦૦૦ આ ખર્ચ સબસિડી ( ૫૦ % ) તથા અન્ય ખર્ચ ધ્યાનમાં લઈએ તો ૬૦ % જેટલો એટલે કે ૬૦૦૦ X ૦.૬૦ = ૩૬૦૦ / વર્ષ / ૨ હે. થાય એટલે કે ૧૩૫૦ / વર્ષ / ૨ હે. જેટલો ખર્ચ થાય. આટલો ખર્ચ ફુવારાથી પિયત માટે કરવો કોઈપણ પાકમાં પોષણક્ષમ ગણાય. ફુવારા પિયત પદ્ધતિ આધારિત અગત્યના પાકોની ભલામણો અ.નં. પાક ભલામણ કરેલ વિસ્તાર પાણીની બચત ( % ) * ઉત્પાદનમાં વધારો ( % ) * ફુવારા અને લેટરલનું અંતર ( મી. ) બે પિયત વચ્ચેનો ગાળો નોંધ ૧ ડુંગળી દ.ગુ. ૯ ૨૦ ૨ X ૨ પ્રથમ ત્રણ પિયત : ૧૦ – ૧૨ દિવસના અંતરે બાકીના ૬-૭ પિયત : ૮ દિવસના અંતરે ( ૫૦ મિ.મી. ઊંડાઈ ) નાના ફુવારા ( મિની સ્પિંકલર ) ૨ ભીંડા દ.ગુ. ૨૮ ૨૩ ૧૨ X ૧૨ ૧૦ -૧૫ દિવસના અંતરે ( ૫૦ મિ.મી. ઊંડાઈ ) મોટા ફુવારા ૩ કોબીજ દ.ગુ. ૪૦ ૩ ૧૨ X ૧૨ ૧૧ -૧૪ દિવસના અંતરે ( ૫૦ મિ.મી. ઊંડાઈ ) મોટા ફુવારા ૪ ફલાવર દ.ગુ. ૩૫ ૧૨ ૧૨ X ૧૨ ૧૧ -૧૪ દિવસના અંતરે ( ૫૦ મિ.મી. ઊંડાઈ ) મોટા ફુવારા ૫ ચોળી દ.ગુ. ૧૯ ૩ ૧૨ X ૧૨ માર્ચ : ૯ -૧૦ દિવસના અંતરે એપ્રિલ : ૭-૮ દિવસના અંતરે ( ૫૦ મિ.મી. ઊંડાઈ ) મોટા ફુવારા ૬ બટાટા બટાટા ઉ.ગુ ઉ.ગુ.. ૪૬ ૩૫ ૪ ૧૭ ૧૨ X ૧૨ ૩ X ૩ પ્રથમ પિયત વાવણી સમયે, બીજુ પિયત ૮ દિવસ બાદ, ફેબ્રુ : ૧૨ -૧૪ દિવસના અંતરે માર્ચ : ૮ દિવસના અંતરે ( ૪૦ મિ.મી. ઊંડાઈ ) મોટા ફુવારા નાના ફુવારા ( મિની સ્પ્રિનકલર ) * પૃષ્ઠ પિયત પદ્ધતિની સરખામણીમાં બચત / વધેલ ટકા નોંધ : મોટા ફુવારા દ્ધારા સામન્ય રીતે ૫૦ મિ.મી. ઊંડાઈનું પિયત કરવા ૨.૭૫ કિ.ગ્રા./ સે.મી.૨ ના દબાનૈન ૩ કલાક ચલાવવા જોઈએ. ફુવારા પિયતનાં પરિણામો પાક ઉત્પાદન કિ.ગ્રા. / હે. ઉત્પાદન વધારો % પાણીની બચત % સંદર્ભ ઘંઉ ૪૯૧૦ ૧૮ ૩૧ ગુજરાત કૃષિ યુનિવર્સિટી , વિજાપુર ૩૮૩૦ ૩૬ ૩૨ ગુજરાત કૃષિ યુનિવર્સિટી , ખાંધા ૪૧૭૪ ૧૩ ૬૨ ગુજરાત કૃષિ યુનિવર્સિટી , નવસારી ઉ.મગફળી ૨૧૫૦ ૧૪ ૨૩ ગુજરાત કૃષિ યુનિવર્સિટી , સરદાર કૃષિ નગર ૨૬૫૯ - ૪૯ ગુજરાત કૃષિ યુનિવર્સિટી , વ્યારા ૨૦૭૪ ૪૨ ૨૧ ગુજરાત કૃષિ યુનિવર્સિટી , આંણદ ૨૩૦૦ ૩૦ ૨૪ ગુજરાત કૃષિ યુનિવર્સિટી , નવસારી રજકો ૪૭૧૦૦ ૨૭ ૧૬ ગુજરાત કૃષિ યુનિવર્સિટી , આંણદ ૫૨૩૯૦ ૪ ૩૫ ગુજરાત કૃષિ યુનિવર્સિટી , નવસારી ૧૨૧૧૦ ૮ ૨૮ ગુજરાત કૃષિ યુનિવર્સિટી , સરદાર કૃષિ નગર ચણા ૨૪૦૨ ૩૧ ૧૧ ગુજરાત કૃષિ યુનિવર્સિટી , સરદાર કૃષિ નગર ૧૨૮૭ ૫૭ ૬૭ ગુજરાત કૃષિ યુનિવર્સિટી , વ્યારા મકાઈ ૨૭૮૦ ૩૬ ૪૧ ગુજરાત કૃષિ યુનિવર્સિટી , ગોધરા બટાટા ૨૦૫૫૦ ૪ ૩૬ ગુજરાત કૃષિ યુનિવર્સિટી , ડિસા મેથી ૧૧૭૩ ૩૫ ૨૯ ગુજરાત કૃષિ યુનિવર્સિટી , જગુદણ ફલાવર ૨૧૨૧૦ ૧૨ ૩૫ ગુજરાત કૃષિ યુનિવર્સિટી , નવસારી કોબીજ ૨૦૫૯૦ ૩ ૪૦ ગુજરાત કૃષિ યુનિવર્સિટી , નવસારી ઉનાળુ ભીંડા ૧૨૧૧૦ ૨૩ ૨૮ ગુજરાત કૃષિ યુનિવર્સિટી , નવસારી ઉનાળુ ચોળી ૫૮૦૦ ૩ ૧૯ ગુજરાત કૃષિ યુનિવર્સિટી , નવસારી શેરડી ૧૦૭૮૦૦ ૧૨ ૪૨ ગુજરાત કૃષિ યુનિવર્સિટી , નવસારી મીની સ્પ્રિંકલર પરિણામો પાક ઉત્પાદન કિ.ગ્રા. / હે. ઉત્પાદન વધારો % પાણીની બચત % સંદર્ભ ઉનાળુ મગફળી ૨૯૬૦ ૨૦ ૧૭ ગુજરાત કૃષિ યુનિવર્સિટી , સરદાર કૃષિ નગર રજકો ૪૩૬૦૦ ૧૭ - ગુજરાત કૃષિ યુનિવર્સિટી , આંણદ ડુંગળી ૨૯૩૦૦ ૨૦ ૯ ગુજરાત કૃષિ યુનિવર્સિટી , નવસારી મગ ૧૧૦૨ ૧૪ ૨૧ ગુજરાત કૃષિ યુનિવર્સિટી , નવસારી કસુંબી ૨૧૧૨ ૧૫ ૨૫ ગુજરાત કૃષિ યુનિવર્સિટી , નવસારી સ્ત્રોત :ડૉ. કે.ડી. મેવાડા , ડૉ. એમ. વી. પટેલ , ડૉ. એન. વી. સોની – એગ્રોનોમી વિભાગ, બં, અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્ષિટી આણંદ સુક્ષ્મ પિયત પદ્ધતિ , માર્ચ – ૨૦૧૬ કૉલેજ ઓફ એગ્રિકલ્ચરલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી , આણંદ