સર્જ ફલો (તરંગીપ્રવાહ) એટલે ખાસ કરીને ધોરીયા તેમજ કયારાના મુખમાં(નાકામાં) એકધારો પ્રવાહ વહેવડાવવાને બદલે અમુક ચોકકસ સમયના ચક્રમાં યોગ્ય ગુણોત્તર/ પ્રમાણમાં ચાલુ બંધ રાખવામાં આવે છે. આ ચોકકસ સમયનો ગાળો અને તે ચક્રમાં ચાલુ બંધનો ગુણોત્તર એ જમીનનો પ્રકાર જમીન બંધારણ સ્થિરતા, પ્રવાહ ક્ષમતા, લંબાઈ અને પાકને આપવાનું થતું પિયતની ઉંડાઈ પર આધાર રાખે છે. આથી આ નકકી કરવા માટે તે સ્થળ પર ક્ષેત્રીય સંશોધનથી મેળવેલ માહિતી હોવી અનિવાર્ય છે. સર્જ ફલો સપાટી પર માટીના નાના કણોથી પાતળું પડ ઝડપથી બની જાય છે. તરંગી પ્રવાહમાં વચ્ચે વચ્ચે જયારે પ્રવાહ અટકાવવામાં આવે ત્યારે તે સમયગાળા દરમ્યાન ઉપરની સંતૃપ્ત થયેલ જમીનમાંથી પાણી નીચે નીતારતા ઉપરના માટીના પળ ઉપર એક જાતનું ખેંચાણ બળ લાગતા સખત બને છે. આથી જમીનમાં પાણી ઉતારવાનો દર ઘટી જતો હોવાથી કયારા કે ધોરીયામાં પાણી ઝડપથી બીજા છેડે પહોંચી જાય છે. આથી મુખ અને છેવાડા વચ્ચે પિયતની ઉંડાઈમાં વધુ તફાવત રહેતો નથી. ફાયદા સર્જ ફલો (તરંગી પ્રવાહથી) સિંચાઈ ઉંડાઈમાં સમય તથા સ્થળ વચ્ચેની ભીન્નતા ઘટાડી શકાય છે. આપેલ જમીન, પ્રવાહ ક્ષમતા, પહોળાઈ અને લંબાઈ (ના કયારા કે ધોરીયા) માં જરૂર મુજબનું ઓછી ઉંડાઈનું પિયત પણ આપવું શકય બને છે. આમ પિયત ઉંડાઈ નિયંત્રીક કરી શકાય છે. વારંવારના સર્જ(તરંગ) થી ઉપરનું પડ સખત અને અભેદ સીલબંધ બની જતું હોવાથી જમીનની અંદરના ભાગમાં રહેલા પાણીનું બાષ્પીભવન ઘટે છે. ગેરફાયદા સિંચાઈ આપતી વખતે યોગ્ય સમયગાળાના ચક્રમાં ચાલુ બંધનો યોગ્ય ગુણોતર જાળવીને સિંચાઈ/ પિયત આપવાની ક્રિયા ખૂબ જ જટીલ છે. જેને ઈલેકટ્રોનીકસ/ ઈલેકટ્રીક/ હાઈડ્રોલીક/ કોમ્પ્યુટરથી ઓટોમેટીક બનાવી શકાય છે પણ તે ખૂબ જ ખર્ચાળ બને છે. તેનો વપરાશ અને જાળવણી ખૂબ જ કાળજી માંગી લે છે. ઓટોમેટીક સર્જ ફલો પધ્ધતિ ખર્ચાળ તો છે જ ઉપરાંત તે સતત સુપરવીઝન (નીરીક્ષણ) માંગી લે છે. તાલીમ પામેલ માણસોની જરૂરીયાત રહે છે. સ્ત્રોત: શ્ની.એસ.ડી.પ્રજાપતિ અને ર્ડા.ડી.બી.પ્રજાપતિ, કૃષિ માર્ગદર્શિકા,ગુજરાત ગુજરાત રાજય