આ વિડીઓમાં ગલકા વિષે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે પ્રચલિત જાતો પુસા ચીકની ગુજરાત ગલકા-૧ પુસા સૂપીયા પાક માટે અનુકૂળ જમીન ગોરોડું, બેસર, ફળદ્રુ૫ અને સારી નિતાર શકિત ધરાવતી જમીન માફક આવે છે. વાવેતર સમય ચોમાસુ : જુન – જુલાઈઉનાળુ: જાન્યુઆરી-ફેબુઆરી વાવેતરનું અંતર ૧૫૦ થી ર૦૦ x ૫૦ થી ૧૦૦ બીજ દર ૧.૫ થી ર.૦ કિ, ગ્રામ પ્રતિ હેકટર રાસાયણિક ખાતર ર૫:ર૫:ર૫ નાફોપો કિ/હે જમીન તૈયાર કરતી વખતે પાયામાં આ૫વું અને રપ કિલો નાઈટ્રોજન ૩૦ થી ૩પ દિવસે આ૫વું દેશી ખાતર ૧ર થી ૧૫ ટન પ્રતિ હેકટર, સારુ કોહવાયેલુ છાણીયું ખાતર જમીન તૈયાર કરતી વખતે આ૫વું. પાકની મુખ્ય જીવાત અને નિયંત્રણ પાનકોરીયુ : સ્પીનોસેડ૩ મિ.લિ. અથવા ઇમીડાકલોપ્રિડ ૫ મિ.લિ. ૧૦ લિ. પાણીમા ભેળવી છંટકાવ કરવો. ફળ માખી : ડાયકલોરવોસ ૧૦ મિ.લિ. + ૧૦ લી. પાણી + ગોળ ૫૦૦ ગ્રામ કયુ લ્યુર ટ્રે૫ ૧૬/હે.ગોઠવવા. લાલ અને કાળા મરિયા: કાર્બારીલ ૪૦ ગ્રામ ૧૦ લિ. પાણીમા ભેળવી છંટકાવ કરવો. પાકના મુખ્ય રોગ અને નિયંત્રણ તળછારોઃ મેન્કોઝેબ અથવા કલોરોથેલોનીલ ર૫ ગ્રામ ૧૦ લિ. પાણીમાં મિશ્ર કરી ૧૫ દિવસના આંતરે ચાર છંટકાવ કરવા. ભૂકી છારોઃ રોગ જોવા મળે કે તરત જ વેટેબલ સલ્ફર ૮૦ ટકા વે.પા. ૩૫ ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ ટકા વે.પા. ૧૦ ગ્રામ પૈકી કોઇ ૫ણ એકનો છંટકાવ ૧૦ થી ૧ર દિવસના અંતરે બે થી ત્રણ છંટકાવ કરવા. પીયતની સંખ્યા ચોમાસુ પુરુ થયા બાદ ૧૫ થી ર૦ દિવસના ગાળે પીયત આ૫વા. પ્રથમ વીણી ૪૦ થી ૪૫ દિવસ. ઉત્પાદન ૧૫ થી ર૦ ટન પ્રતિ હેકટર અન્ય વિગત મંડપ અથવા ટેકા પધ્ધ્તિનો ઉપયોગ કરવાથી સારી ગુણવત્તાવાળું વધુ ઉત્પાદન મેળવી શકાય છે. સ્ત્રોત : આણંદ કૃષિ યુનીવર્સીટી