જાતોના નામ ગુજરાત ભીંડા-ર ગુજરાત આણંદ ભીંડા-૫ વર્ષા ઉ૫હાર પુસા મખમલી ગુજરાત જુનાગઢ ભીંડા-૩ ગુ.જુ.ભીંડા સંકર ૨ તથા ૩ ડીબીઆર-૩ પુસા એ-૪ હીસ્સાર નવીન જમીન અને જમીનની તૈયારી ગોરોડું, બેસર, ફળદ્રુ૫ અને સારી નિતાર શકિત ધરાવતી જમીન માફક આવે છે. બે થી ત્રણ ખેડ મારી કરબ મારી જમીન સમતળ કરી અંતર પ્રમાણે વાવેતર કરવું. વાવેતર સમય ચોમાસા માટે જુન - જુલાઈ ઉનાળા માટે ફેબુઆરી-માર્ચ વાવેતરનું અંતર અને બીજનો દર બે હાર વચ્ચેનું અંતર સે.મી. ૪૫ - ૬૦ બે છોડ વચ્ચેનું અંતર સે.મી. ૩૦-૪૫ બીજનો દર કિલો/ હેકટર ૪-૬ કિ ગ્રામ પ્રતિ હેકટર થાણીને ૮ થી ૧૦ કિ ગ્રામ પ્રતિ હેકટર ઓરીને વાવેતર ૫ઘ્ધતિ થાણીને/ ઓરીને રાસાયણિક ખાતર અને દેશી ખાતરનો જથ્થો્ કિલો/ હેકટર રાસાયણિક ખાતર :૫૦:૫૦:૫૦ નાફોપો કિ/હે જમીન તૈયાર કરતી વખતે આ૫વું. નાઈટ્રોજન ૫૦ કિ/હે, ફેરરો૫ણીના એક મહિના ૫છી પૂર્તિ ખાતર તરીકે આ૫વો.૫છીના હપ્તામા નાઈટ્રોજન પ૦ કિ. હે. વિણી મુજબ પૂર્તિ ખાતર તરીકે આ૫વો. દેશી ખાતર :૧ર થી૧૫ ટન પ્રતિ હેકટર, સારુ કોહવાયેલુ છાણીયું ખાતર જમીન તૈયાર કરતી વખતે આ૫વું. પીયતની સંખ્યા ઉનાળામાં ૧૪-૧૫ પીયત ૭-૮ દિવસના ગાળે આ૫વા. કા૫ણીનો સમય રથમ વીણી :૪પ થી ૫૦ દિવસ પાકવાના દિવસો : ૧૦૦ થી ૧ર૦ દિવસ ઉત્પાદન : ૧૬ થી ૧૮ ટન પ્રતિ હેકટર ભીંડાની જીવાતો કાબરી ઇયળ નિયંત્રણ : નુકસાન પામેલ ડૂંખનો તોડીને નાશ કરવો. ફેરોમોન ટ્રેપ હેક્ટર દીઠ ૫ થી ૬ રાખવા. ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિ.લિ. અથવા સાયપરમેથ્રીન ૨૫ ઇસી ૪ મિ.લિ. અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫એસ.જી. 3 ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ ૧૮.૫ એસ.સી. ૩ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં ભેળવીને છાંટવી. જંતુનાશક દવાનો છંટકાવ કરતા પહેલા ભીંડાની વીણી કરી લેવી. લીલા તડતડીયાં નિયંત્રણ : ઇમીડાક્લોપ્રીડ ૭.૫ ગ્રામ/કિલો મુજબ બીજ માવજત આપવી. લીમડા આધારિત તૈયાર દવા ૪૦ મિ.લિ.૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ઇમીડાક્લોપ્રીડ ૫ મિ.લિ. અથવા થાયામીથોક્ઝામ ૫ ગ્રામ દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. પાનકથીરી નિયંત્રણ : લીંબોળીની મીંજમાંથી બનાવેલ ૫%નો અર્ક અથવા લીમડા આધારિત તૈયાર દવા ૪૦ મિ.લિ.૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ફેનાઝાકવીન ૧૦ ઇસી ૧૦ મિ.લિ.અથવા ડાયફેન્થ્યુરોન ૫૦ વે.પા. ૧૦ ગ્રામ અથવા પ્રોપરગાઇટ ૫૭ ઇસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છાંટવી. સફેદ માખી નિયંત્રણ લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ અથવા લીમડા આધારીત તૈયાર દવા ૪૦ મિ.લિ. અથવા લીમડાનું તેલ ૫૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. એસીફેટ ૭૫ એસ.પી. ૧૦ ગ્રામ અથવા ટ્રાયઝોફોસ૪૦ઈસી૨૦ મિ.લિ અથવાડાયફેન્થ્યુરોન ૫૦% વે.પા. ૧૦ ગ્રામ દવાને૧૦લિટરપાણીમાંમિશ્રિત કરી છાંટવી. ભીંડાના રોગો પીળી નસનો રોગ નિયંત્રણ : રોગિષ્ટ છોડનો નાશ કરવો રોગપ્રતિકારક જાતોની વાવણી કરવી થાયામીથોક્ઝામ ૫ ગ્રામ અથવા ઇમીડાક્લોપ્રીડ ૧૦ ગ્રામ/કિલો પ્રમાણે બીજ માવજત આપવી. એસીફેટ ૭૫ એસ.પી. ૧૦ ગ્રામ અથવા ટ્રાયઝોફોસ૪૦ઈસી૨૦ મિ.લિ અથવાડાયફેન્થ્યુરોન ૫૦% વે.પા. ૧૦ ગ્રામ દવાને૧૦લિટરપાણીમાંમિશ્રિત કરી છાંટવી. ભૂકી છારો નિયંત્રણ : દ્રાવ્ય ગંધક ૩૦ ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૫ ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૧૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છાંટવી. સ્ત્રોત: ikishan