ગુજરાત સફેદ ડુંગળી-૧ આ જાતના કંદ મોટા અને ગોળાકાર હોય છે. કંદનો ઘેરાવો ૧૬ થી ૧7 સે.મી. હોય છે. દડાનું વજન પપ થી ૬0 ગ્રામ જેટલું હોય છે. કુલ દ્રાવ્ય પદાર્થોનું (ટી.એસ.એસ.) પ્રમાણ ૧પ.૪ છે. આ જાત ડીહાઈડ્રેશન માટે અનુકૂળ છે. પુસા વ્હાઈટ ફલેટ કરતા 3૬% વધારે ઉત્પાદન આપે છે. આ જાત રબી ઋતુ માટે અનુકૂળ છે. તળાજા લાલ આ જાતના કંદ મોટા, ગોળાકાર અને ઘેરા લાલા રંગના હોય છે. કુલ દ્રાવ્ય પદાર્થોનું (ટી.એસ.એસ.) પ્રમાણ ૧0 થી ૧ર % છે. આ જાતનું ભાવનગર અને અમરેલી જિલ્લામાં મોટા પાયે વાવેતર થાય છે. આ જાત રબી ઋતુ માટે અનુકૂળ છે. જુનાગઢ લોકલ પીળીપત્તિ આ જાતના કંદ નાનાથી મઘ્યમ હોય છે અને પીળાશ પડતા લાલ રંગના હોય છે. કુલ દ્રાવ્ય પદાર્થોનું (ટી.એસ.એસ.) પ્રમાણ ૧3 થી ૧પ % છે. આ જાતનું જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં મોટા પાયે વાવેતર થાય છે. આ જાત રબી ઋતુ માટે અનુકૂળ છે. જમીન અને જમીનની તૈયારી પોટાશતત્વ ધરાવતી મઘ્યમ કાળી, ભરભરી જમીન વધુ અનુકુળ આવે છે. ભારેકાળી, ચીકણી, નબળા નિતારવાળી જમીન આ પાકને માફક આવતી નથી પાકનો વાવેતર સમય શિયાળુ પાક : સપ્ટેમ્બર - ઓકટોબર : ધરૂ ઉછેર નવેમ્બર - ડીસેમ્બર : ફેરરોપણી વાવેતરનું અંતર અને બીજદર વાવેતરનું અંતર : ૧૫ x ૧૦ સે.મી બીજદર : ૮ થી ૧૦ કિ, ગ્રામ પ્રતિ હેકટર ફેર રો૫ણી : ૪૫ થી ૫૦ દિવસે રાસાયણિક ખાતર અને દેશી ખાતરનો જથ્થો રાસાયણિક ખાતર - કિલો/ હે : 3૭.પ કિલો નાઈટ્રોજન, ૬0 કિલો ફોસ્ફરસ તથા પ0 કિલો પોટાશ પાયાના ખાતર તરીકે આપવું. એટલે કે ૧3૯ કિ.ગ્રા. ડીએપી, 30 કિ.ગ્રા. યુરીયા અને ૮૬ કિ.ગ્રા. મ્યુરેટઓફ પોટાશ આપવું. એક માસ બાદ હેકટરે 3૭.પ કિલો નાઈટ્રોજન એટલે કે ૧૮૮ કિ.ગ્રા. અમોનિયમ સલ્ફેટ આપવું દેશી ખાતર - કિલો/ હે : ફેરરોપણી પહેલા જમીનમાં ૨0 થી ૨પ ટન/હે. છાંણીયુ ખાતર આપવું. નિંદામણ અને આંતર ખેડ ડુંગળીનુ વાવેતર ટુંકા અંતરે થતુ હોવાથી આંતરખેડ શકય નથી. પરંતુ ર થી 3 વખત હાથ નિદામણ કરવુ. રાસાયણીક નિંદામણ નિયંત્રણ માટે ફલ્યુકલોરાલીન (બાસાલીન) ૪0 મી.લી. દવા ૧0 લીટર પાણીમાં ભેળવી ફેરરોપણીના સાત દિવસ પહેલા જમીનમાં છંટકાવ કરવો. પાકની મુખ્ય જીવાત અને નિયંત્રણ થ્રીપ્સ : પુખ્ત કિટક પાનમાંથી રસ ચૂસી ધસરકા પાડે છે. આના નિયંત્રણ માટે ડાયમીથોએટ અથવા પ્રોફેનોફોસ ૧0 મી.લી. દવા ૧0 લીટર પાણીમા ભેળવી છંટકાવ કરવો. જૈવિક જંતુનાશક આધારીત નિયંત્રણ માટે બીવેરીયા બાઝીયાની ર કિ.ગ્રા/હે. પ્રમાણે ૧0 દિવસના અંતરે બે છંટકાવ કરવા. પાકના મુખ્ય રોગ અને નિયંત્રણ જાંબલી ધાબાનો રોગ (પરપલ બ્લોચ) : આ રોગમાં પાન ઉપર જાંબલી રંગના ધાબા જોવા મળે છે અને પાન સુકાઈ જાય છે. આના નિયંત્રણ માટે મેન્કોઝેબ (0.ર ટકા) ૧0 લીટર પાણીમાં ર૭ ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ (0.0પ ટકા) ૧0 લીટર પાણીમાં ૧0 ગ્રામ દવા ભેળવી ર થી 3 છંટકાવ ૧0-૧0 દિવસના અંતરે કરવા. પીયતની સંખ્યા ડુંગળીને ફેરરોપણી પછી પહેલુ પિયત તૂરત જ આપવુ. ત્યારબાદ બીજુ પિયત ચોથા દિવસે આપવું જયારે શિયાળુ ઋતુમાં ૮ થી ૧0 દિવસના અંતરે પિયત આપવું. ડુંગળીના કદના વિકાસના તબકકાએ પાણીની ખેંચ ન પડે તેની કાળજી રાખવી. સરેરાશ ૧પ થી ર0 પિયતની જરૂરીયાત રહે છે. સ્ત્રોત: i kisaan