મકાઈનો પાક ભારતમાં ઘઉ અને ડાંગર પછી ત્રીજા ક્રમનો મહત્વનો ધાન્ય પાક ગણાય છે. વિશ્વ કક્ષાએ મકાઈનો સૌથી મોટો ઉત્પાદક દેશ અમેરિકા છે. જે વિશ્વના કુલ ઉત્પાદનનો લગભગ ૪૨% હિસ્સો ધરાવે છે. મકાઈના વૈશ્વિક ઉત્પાદનમાં ભારતનો ક્રમ છઠો છે. ભારતમાં મકાઈનું વાવેતર ૮૬.૭૦ લાખ હેકટરમાં થાય છે જેમાંથી ૨૨૨.૬૦ લાખ ટન ઉત્પાદન મળે છે. ગુજરાતમાં સને ૨૦૧૨-૧૩ માં ૪.૫૮ લાખ હેકટરમાં વાવેતર થયેલ જેમાં થી ૭.૯૦ લાખ ટન ઉત્પાદન મળેલ. ભારત દેશમાં મકાઈની ઉત્પાદકતા ૧૮૨૭ કિ.ગ્રા./હે છે. ગુજરાત રાજ્યમાં દાહોદ, પંચમહાલ અને વડોદરા જીલ્લા મકાઈના વાવેતરમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ગુજરાતમાં મકાઈની ખેતીમાં વર્ષ ૨૦૧૪-૧૫ માં થયેલ ખર્ચ અને આવક – જાવક પત્રક ૧,૨ અને ૩ માં આપવામાં આવેલ છે. પત્રક-૧ : મકાઈનું ખેતી ખર્ચ ( હેકટર દિઠ ) ક્રમ વિગત યુનિટ જથ્થો ખર્ચ $ કુલ ખર્ચના (%) ૧ મજુર ( ભાડાના ) માનવ દિન ૩૭.૦૦ ૫૭૩૭ ૧૯.૧૯ ૨ બળદ જોડી / દિંન ૪.૦૦ ૧૪૭૪ ૪.૯૩ ૩ બિયારણ કિલો ૨૫.૫૦ ૮૯૩ ૨.૯૯ ૪ છાણિયુ ખાતર ટન ૩૦૦૮ ૨૨૩૬ ૭.૪૮ ૫ રાસાયણીક ખાતર ૨૩૭૨ ૭.૯૪ ૬ પિયત ૦ ૦.૦૦ ૭ જંતુનાશક / રોગનાશક દવા ૫૯૧ ૧.૯૮ ૮ પરચુરણ ખર્ચ ૨૮૯૦ ૯.૬૭ ૯ ઘસારો ૪૦૮ ૧.૩૭ ૧૦ ચાલુ મુડીનું વ્યાજ ૬૬૪ ૨.૨૨ ૧૧ ખર્ચ – એ ૧૭૨૬૫ ૫૭.૭૭ ૧૨ પોતાની જમીનનું ભાડુ ૫૧૮૩ ૧૭.૩૪ ૧૩ સ્થાયી મુડીનું વ્યાજ ૩૦૧ ૧.૦૧ ૧૪ ખર્ચ – બી ૨૨૭૫૨ ૭૬.૧૨ ૧૫ મજુર ( ઘરના ) માનવ દીન ૩૧.૨૫ ૪૪૧૯ ૧૪.૭૯ ૧૬ ખર્ચ – સી ૨૭૧૭૧ ૯૦.૯૧ ૧૭ વ્યવ્સ્થાપન ખર્ચ ૨૭૧૭ ૯.૦૯ ૧૮ ખર્ચ – સી ૩૯૮૮૮ ૧૦૦.૦૦ કુલ મજુર ( ૧ + ૧૫ ) માનવ દિન ૬૮.૨૫ ૧૦૧૫૬ ૩૩.૯૮ પત્રક-૧ માં જણાવ્યા પ્રમાણે મકાઈ ખેતીમાં ખર્ચ-એ, ખર્ચ-બી, ખર્ચ-સી૧, અને ખર્ચ-સી૨ અનુક્રમે $૧૭૨૬૫, ૨૨૭૫૨, ૨૭૧૭૧ અને ૨૯૮૮૮ પ્રતિ હેકટર થયેલ જેમાં સૌથી વધુ ખર્ચ મજુર ( $ ૧૦૧૫૬ ), પોતાની જમીનનું ભાડુ ( $ ૫૧૮૩ ) અને છાણીયુ ખાતર ( $ ૨૩૭૨ ) નો સમાવેશ થાય છે. પત્રક – ૨ : મકાઈની ખેતીમાં ઉત્પાદન અને આવક (હેકટર દીઠ) ૧ મુખ્ય ઉત્પાદન જથ્થો (કિવન્ટલ/હે) ૧૫.૬૧ ભાવ (કિવન્ટલ/હે) ૧૪૩૪ આવક ૨૨૩૮૪.૭૪ ૨ ગૌણ ઉત્પાદન જથ્થો (કિવન્ટલ/હે) ૨૯.૫૩ ભાવ (કિવન્ટલ/હે) ૮૯.૪૩ આવક ૨૬૪૧ ૩ કુલ આવક ( $ ) ૨૫૦૨૬ પત્રક-૨ મુજબ મકાઈનું મુખ્ય ઉત્પાદન ( દાણા ) ૧૫.૬૧ કિવન્ટલ/હે અને ગૌણ ઉત્પાદન ૨૯.૫૩ કિવન્ટલ/હે મળેલ હતું. ખેડુતોને મકાઈનો સરેરાશ ભાવ ૧૪૩૪ $/કિવન્ટલ અને ગૌણ ઉત્પાદનનો ભાવ ૮૯ $/કવીન્ટલ મળેલ. આમ ડાંગરની ખેતીમાં મુખ્ય આવક ૨૨૩૮૫ $/હેકટર અને ગૌણ ઉત્પાદનની આવક ૨૬૪૧ $/હેકટર મળીને કુલ આવક ૨૫૦૨૬ $/હેકટર થયેલ. પત્રક – ૩ : મકાઈની ખેતીમાં ઉત્પાદન ખર્ચ ($/કિવન્ટલ) તથા આવક : જાવક ગુણોતર વિગત નફો (રૂપિયા) ઉત્પાદન ખર્ચ (રૂપિયા/કિવન્ટલ) આવક – ખર્ચનો ગુણોતર ખર્ચ – એ ૭૭૬૧ ૯૮૯ ૧:૧.૪૫ ખર્ચ – બી ૨૨૭૪ ૧૩૦૪ ૧:૧.૧૦ ખર્ચ – સી૧ - ૨૧૪૫ ૧૫૫૭ ૧:૦.૯૨ ખર્ચ – સી૨ - ૪૮૬૨ ૧૭૧૩ ૧:૦.૮૪ પત્રક – 3 મુજબ કુલ આવક્માંથી ખર્ચ – એ બાદ કરતા નફો $ ૭૭૬૧ અને તમામ ખર્ચ એટલે કે ખર્ચ – સી૨ બાદ કરતા ચોખ્ખો નફો $ ૪૮૬૨ પ્રતિ હેકટર થયેલ. મકાઈની ખેતીમાં કિવન્ટલ દિઠ ઉત્પાદન ખર્ચ $ ૧૭૧૩ થયેલ તેની સામે સરેરાશ ભાવ ૧૪૩૪ $/કિવન્ટલ મળેલ. આમ ખર્ચ કરતા ભાવ વધુ મળેલ. આવક અને ખર્ચનો ગુણોત્તર કુલ ખર્ચ ( ખર્ચ – સી૨ ) સામે ૧:૦.૮૪ મળેલ એટલે કે ૧ $ ના ખર્ચ સામે ૧૬ પૈસા ની ખોટ થયેલ. સ્ત્રોત :ડો. એ. એસ. શેખ , પ્રો. રચના કુમારી બંસલ , ડો. વી. કે ગોંડલીયા , ડો. કે. એસ. જાદવ , ડૉ. એન. વી. સોની- કૃષિ અર્થશાસ્ત્ર વિભાગ , બં. અ. કૃષિ મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ – ૩૮૮૧૧૦ ફોન : ( ૦૨૬૯૨ ) ૨૬૪૯૫૦ પ્રકાશક : વિસ્તરણ શિક્ષણ નિયામક , આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ – ૩૮૮૧૧૦ ગુજરાતના મુખ્ય ખેતી પાકોનું અર્થકરણ , ઓક્ટોબર – ૨૦૧૬ કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આણંદ – ૩૮૮૧૧૦