જમીન : ગોરાડુથી મધ્યમ કાળી જમીન અનુકૂળ વિસ્તાર :પંચમહાલ, દહોદ, મહીસાગર, વડોદરા, બનાસકંઠા, અરવલ્લી, બનાસકાંઠા, નર્મદા, ખેડા, છોટાઉદેપુર. વાવણી સમય :ચોમાસુ ૧૫ જૂન થી ૧૫ જુલાઈ, શિયાળું ૧૫ ઓક્ટોબર થી ૧૫ નવેમ્બર અને ઉનાળું ૧૫ જાન્યુઆરીથી ૧૫ ફેબ્રુઆરી જાતો : બેબીકોર્ન :વી. એલ. ૪૨,એચ. એમ. - ૪ પોપકોર્ન : અંબર વાવણી અંતર : બેબીકોર્ન : બે હાર વચ્ચેનું અંતર ૬૦ સે. મી. અને બે છોડ વચ્ચેનું અંતર ૨૫ સે. મી. પોપકોર્ન : બે હાર વચ્ચેનું અંતર ૬૦ સે. મી. અને બે છોડ વચ્ચે ૨૦ સે.મી. બિયારણનો દર : હેક્ટરે ૧૫ કિલો બિયરણની માવજત : વાવતાં પહેલા એક કિલો બીજ માટે ૩ ગ્રામ કેપ્ટાન અથવા થાયરમ દવાનો પટ આપ્યા પછી ૨૪ કલાક બાદ ૧૦ કિલો બીજ માટે ૫૦૦ ગ્રામ અઝેટોબેક્ટર/એઝોસ્પાઈરીલમ કલ્ચરનો પટ આપવો. એટલા જ જથ્થામાં ફોસ્ફોબેક્ટર કલ્ચરનો પટ પણ આપવો. વાવેતર પદ્ધતિ : થાણીને ખાતર : ૧૨૦:૬૦:૦૦ ના:ફો:પો. કિ.ગ્રા/હે. દેશી ખાતર ૧૦ થી ૧૨ ટ્રેક્ટર છણિયુ ખાતર તથા ૧ ટન દિવેલાનો ખોળ પ્રતિ હેક્ટરે વાવણી પહેલા ૧૫ દિવસ પહેલા આપવો. ખાતર તરીકે ૧૦% યુરિયા (૨૧ કિલો યુરિયા) અને ૧૩૦ કિલો ડીએપી આપવું. ચાર પાનની અવસ્થાએ ૨૦% યુરિયા, (૪૨ કિલો યુરિયા) આઠ પાનની અવસ્થાએ ૩૦% (૬૩ કિલો યુરિયા) ચમરી અવસ્થાએ - ૩૦% (૬૩ કિલો યુરિયા) અને દૂધિયા દાણા વખતે (૨૧ કિલો યુરિયા) આપવું. નીંદણ નિયંત્રણ : એટ્રાજીન ૨ કિલો/હે ૫૦૦ લિટર પાણીમાં દ્રાવણ બનાવી પંપથી છટકાવ કરવો. જીવાત નિયંત્રણ : ગાભમારાની ઈયળ : પાકની વાવણી બાદ ૧૫ થી ૨૦ દિવસે પારવણી કર્યા પછી કાર્બોફ્યુરાન ૩% દાણાદાર દવા અથવા કર્બોરીલ ૫% અથવા કિવનાલફોસ ૧.૫% ભૂકારૂપ દવા ૮ થી ૧૦ કિલો/હે પ્રમાણે છોડની ભૂંગળીમાં આપવું. રોગ નોયંત્રણ : પાનનો સુકારો : વાવણી માટે રોગમુક્ત અને પ્રમાણિત બિયારણ પસંદ કરવું. ભલામણ કરેલી રોગપ્રતિકારક શક્તિ ધરાવતી જાતો,ઉપયોગમાં લેવી પછોતરો સુકારો : સેંન્દ્રિય ખાતરનો ઉપયોગ અવશ્ય કરવો. રોગમુક્ત અને પ્રમાણિત બિયારણ વાવણી માટે પસંદ કરવું. પ્રતિ હેક્ટર ૧૦૦૦ કિલો લીંબોળીંનો ખોળ વાવતી વખતે જમીનમાં આપવો. ઉત્પાદન : બેબીકોર્ન : ૧૫૦૦ કિલો બેબીકોર્ન/હે. પોપકોર્ન : ૩૦૦૦ થી ૩૫૦૦ કિલો/હે. મકાઈના છોડ ઉપર મૂછ આવ્યા બાદ ત્રણ દિવસમાં નાના ડોડાની કાપણી કરવી તેને બેબીકોર્ન કહેવાય છે. ટૂંકમાં, માકાઈના ડોડામાં પરાગનયનથી દાણા સિવાયનો ફક્ત ગર્ભનો ઉપયોગ બેબીકોર્ન તરીકે થાય છે. બેબીકોર્નમાં સામાન્ય મકાઈ કરતાં વધુ માત્રામાં પોષકતત્વો હોવાથી કૂપોષણ સામે લડાઈ આપે છે. મોટા શહેરોની હોટલોમાં તેનો ઉપયોગ સલડ, સૂપ તરીકે થાય છે. બેબીકોર્ન પ્રતિ કિલો ₹ ૧૫૦/- ના ભાવે અંદાજીત વેચી શકાય છે. ડૉ. કે.એચ.પટેલ, ડૉ. એસ.એમ.ખાનોરકર, ડૉ. પી.એમ.પટેલ, ડૉ. પી.કે. પરમાર, ડૉ. એસ. કે. સીંઘ - મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, ગોધરા જિ. પંચમહાલ સ્ત્રોતઃ કૃષિગોવિધા, ડિસેમ્બર ૨૦૧૪ વર્ષ : ૬૭ અંક : ૭ સળંગ અંક : ૮૦૦ કોલેજે ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી