જાતોના નામ જી.ડબલ્યુ.૧૭૩ અને લોક-૧ જાત માટેનો અનુકુળ વિસ્તાર સમસ્ત ગુજરાત પાક માટે અનુકુળ જમીન અને જમીનની તૈયારી રેતાળ, ગોરાડુ કે કાંપવાળી જમીન. બે ત્રણ વખત દાંતી રાંપ ચલાવી જમીન પોંચી, ભરભરી અને સમતલ બનાવવી. પાકનો વાવેતર સમય ૧૦ ડીસેમ્બર સુધીમાં વાવેતરનું અંતર ૧૮ સે.મી. બે હાર વચ્ચે ૫ થી ૬ સે.મી. ઉંડાઇએ બીજનો દર હેક્ટરે ૧૨૫ થી ૧૫૦ કિલોગ્રામ રાસાયણીક ખાતરનો જ્થ્થો કિલોગ્રામ પ્રતિ હેક્ટરે ૮૦-૪૦-૦૦ ના.ફો.પો. કિલોગ્રામ પ્રતિ હેક્ટરે ઝીંકની ઉણપવાળી જમીનમાં દર વર્ષે ૮ કિલોગ્રામ પ્રતિ હેક્ટરે ઝીંક સલ્ફેટ આપવું દેશી ખાતરનો જ્થ્થો ટન પ્રતિ હેક્ટરે ૧૦ થી ૧૨ ટન નિંદામણ અને આંતરખેડ મજૂરો ઉપલબ્ધ હોય તો હાથ નિંદામણ અથવા ૧. પેન્ડીમીથાલીન દવા ૫૫ મી.લી. ૧૦ લીટર પાણીમાં ઓગાળી વાવણી બાદ ૪૮ કલાક્ની અંદર છાંટવી ૨. મેટસલ્ફ્યુરાન (આલ્ગ્રીપ) ૮ ગ્રામ પ્રતિ ૧૦૦ લીટર પાણીમાં એટલે કે ૦.૮ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો. પાકની મુખ્ય જીવાત અને નિયંત્રણ ખપૈડી નિયંત્રણ માટે મિથાઇલ પેરાથીઓન ૨ ટકા અથવા ફેનવાલરેટ ૦.૪ ટકા ભૂકી ૨૫ કિલોગ્રામ પ્રતિ હેક્ટર પ્રમાણે છંટકાવ કરવો પાકના મુખ્ય રોગ અને નિયંત્રણ ગેરૂ, દાણા પર કાળી ટપકી ના નિયંત્રણ માટે મેંકોઝેબ ૦.૨ ટકાના દરે ( ૨૫ થી ૩૦ ગ્રામ દવા ૧૦ લીટર પાણીમાં) ઓગાળી ૧૨ થી ૧૫ દિવસ ના ગાળે છંટકાવ કરવા અથવા હેક્ઝાકોનેઝોલ અથવા પ્રોપીકોનેઝોલ ૧૦ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવા. પિયતની સંખ્યા ૧૦ થી ૧૨ કાપણી ૯૫ થી ૧૧૫ દિવસો ઉત્પાદન ૩૫૦૦ થી ૪૦૦૦ કિલોગ્રામ પ્રતિ હેક્ટરે સ્ત્રોત : આઈ -ખેડૂત