બીજ પ્લોટમાં અન્યા મિશ્ર પાકનું વાવેતર થઇ શકશે નહિ પરંતુ આંતર પાક તરીકે માન્ય. પાકનું વાવેતર થઇ શકશે. જેના માટે અગાઉથી એજન્સીની મંજુરી મેળવવી જરૂરી છે. (પરિશિષ્ટ -ર) જુદા જુદા પાકોના બીજ ઉત્પાદન કાર્યક્રમ પ્રમાણિત કરાવવા માટે નિયત કરેલ સમય મર્યાદામાં (પરિશિષ્ટ - ૩) નિયત અરજી પત્રક (પરિશિષ્ટય-૪) નિયત ચાર્જ ભરી એજન્સીની વડી કચેરી અથવા પેટા કચેરીએથી મેળવી શકાશે અને તેની સાથે પેઢીના પોતાના લેટરપેડમાં અરજી કરવાની રહેશે. દરેક બીજ ઉત્પાદકના બીજ પ્લોટની વાવેતર તારીખ દર્શાવવી. વ્યકક્તિગત બીજ ઉત્પાદન કાર્યક્રમ હાથ ધરવા માટે વિસ્તારની કોઇ મહત્તમ મર્યાદા નથી. પ્રમાણિકરણ માટેનો વિસ્તાર એકમઃ ઇન્પેકશનની સરળતા માટે પેટા ઉત્પાદક વાર વીજ પ્લોટ હેઠળ વાવેતર કરેલ તમામ વિસ્તાર નીચેની શરતોને આધિન એક એકમ ગણાશે. સમગ્ર વિસ્તાસરમાં એક જ બિયારણની જાતનું વાવેતર થયેલું હોવું જોઇએ. વિસ્તાવર વધુમાં વધુ ૨૫ એકર સુધીનો વ્યક્તિગત ગ્રાહ્ય રાખી શકાશે. સમગ્ર વિસ્તાર એક જ હોવો જોઇએ અને સંજોગોવસાત જુદા જુદા ટુકડામાં વહેંચાયેલ હોય તો બે ટુકડા વચ્ચે પ૦ મીટરથી વધુ અંતર હોવું જોઇએ નહીં. સમગ્ર વિસ્તાસર એકમનો પાક એક સરખી રીતે વિકાસ પામે તે રીતે વાવેતર કરવું જરૂરી છે. જેથી ઇન્સ્પેકશન વખતે પાકને એક સરખી અવસ્થા મળી રહે. અરજી સાથે રજીસ્ટ્રેકશન ફી તથા અન્ય( નિયત કરેલ ફી રોકડા અથવા ‘‘નિયામકશ્રી ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સી, અમદાવાદ’’ ના નામનો ડીમાન્ડ ડ્રાફ્ટથી ભરી શકાશે. રૂા. ૨૦,૦૦૦/- સુધી જ રોકડ રકમ સ્વીકારવામાં આવશે. (પરિશિષ્ટ-૫) જુદા-જુદા પાકોના બિયારણ ઉત્પાદન કાર્યક્રમ પ્રમાણિત કરાવવા માટે નોંધણી કરાવવાની છેલ્લી તારીખો પાકવાર મુકર કરેલ છે. અરજી સાથે પેટા બીજ ઉત્પાદકોની યાદી આખા સફેદ કાગળમાં પાકવાર, જાતવાર ગામવાર અને વર્ગવાર ગુજરાતીમાં ચાર નકલમાં અને પત્રક-૩ ત્રણ નકલમાં બીજ ઉત્પાદકે સામેલ કરવાનું રહેશે. બીજ ઉત્પાદન કાર્યક્રમ નોંધણી કરાવ્યેથી સંપૂર્ણ પ્રમાણિકરણની કામગીરી સુધી એજન્સી સાથેનો પત્ર વ્ય્વહાર જે તે પેઢી/સંસ્થા્ને પોતાના અસલ લેટર પેડ ઉપર કરવાનો આગ્રહ રાખવામાં આવે છે. જ્યારે કોઇ પેઢી/સંસ્થા ના કોઇ પ્રતિનિધિ પેઢી/સંસ્થા વતીથી અધિકાર પત્ર આપવાનો થાય ત્યારે પેઢી/સંસ્થાના અસલ લેટરપેડ ઉપર જ અધિકાર પત્ર આપવાનો રહેશે. (પરિશિષ્ટ -૩) સ્ત્રોત: ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સી