જુવારની સુધારેલી જાતો કઈ કઈ છે?

જુવારની સુધારેલી જાતો : જીજે ૩પ, જીજે૩૬, જીજે૩૭, બીપી પ૩ જીજે૩૮,જીજે૩૯,જીજે ૪૦, જીજે ૪૧ અને જીજે ૪ર

જુવારની હાઈબ્રીડ જાતો: જીએસએચ૧,સીએસએચ પ,સીએસએચ૬,સીએસએચ ૧૧ છે તેનુ વાવેતર કરવું.

જુવારના બિયારણને બીજ માવજત આપવાથી શું ફાયદો થાય ?

બીજને માવજત આપ્યા વગર વાવવાથી છોડની સંખ્યા ઓછી મળે છે અને કીટકોથી થતું નુકશાન પણ વધે છે એટલા માટે બીજને વાવતાં પહેલાં કાર્બાફયુરાન ૩પ એસ ૧૦૦ ગ્રામ / કિલો બીજનો ઉપયોગ કરવો.

જુવારના પાકમાં ખાતર કયારે અને કેટલું આપવું જોઈએ?

સ્થાનિક જાતો :૪૦ કિલો નાઈટ્રોજન + ર૦ કિલો ફોસ્ફરસ

સંકર જાતો :૮૦ કિલો નાઈટ્રોજન + ૪૦ કિલો ફોસ્ફરસ

જુવારની વાવણી સમયે ફોસ્ફરસનો પુરેપુરો જથ્થો અને નાઈટ્રોજનનો અડધો જથ્થો આપવો. જુવારની વાવણી પછી એક મહિના બાદ નાઈટ્રોજન પૂર્તિ ખાતરનો હપ્તો બે હારની વચ્ચે ઓરીને આપવો.

જુવારના વાવેતર માટે બિયારણનો દર કેટલો જાળવવો જોઈએ?

જુવારનું વાવેતર અંતર ૪પ×૧ર સે.મી.રાખી વાવણી કરવાથી ૧૦ થી ૧ર કિ્રગ્રા બિયારણ પ્રતિ હેકટરે જરૂર પડે છે અને હેકટરે ૧.૮૦ થી ર.૦૦ લાખ છોડની સંખ્યા મળી રહે છે.

જુવારનું વાવેતર કયારે કરવાથી વધુ ઉત્પાદન મળે ?

હાઈબ્રીડ અને વધુ ઉપજ આપતી સ્થાયી જાતો માટે ચોમાસુ બેસતા અને સ્થાનિક જાતો માટે મોડા ચોમાસુ તરીકે એટલેકે ઓગષ્ટમાં વાવણી કરવી.

જુવારમા ધામા પડે તો ફેરરોપણી કરી ધામા પુરી શકાય ?

હા, વધુ ઉત્પાદન મેળવવા માટે ધામા પુરાવા જોઈએ. જયાં છોડની સંખ્યા એકથી વધારે હોય ત્યાં એકજ છોડ રાખી બાકીના છોડ ઉપાડી લેવાં તેમજ જયાં ખાલા હોય ત્યાં ફેરરોપણી કરવાથી ખેતરમાં એક સરખા અંતરે છોડ જોવા મળશે.

જુવારમાં આંતરપાક કયા કયા લઈ શકાય છે તે જણાવશો?

જુવારમાં આંતર પાક તરીકે તુવેરનો પાક ખૂબજ અનુકૂળ જણાયો છે. આ વિસ્તારમાં જુવારની બે લાઈન અને તુવેરની એક લાઈન રાખી ૪પ સે.મી.ના અંતરે વાવેતર કરવાની ભલામણ છે. જુવાર એકલાં પાક કરતાં આંતર પાકમાં તુવેરનું વધારાનું ઉત્પાદન મળે છે.

જુવારના પાકમાં નિંદણ નિયત્રણ માટે શું પગલા લેવા ?

જુવારના પાકમાં નિંદામણ નિયંત્રણ માટે જુવાર ઊગ્યા પહેલાં ૦.૭પ કિલોગ્રામ એટ્રાઝીન પ્રતિ હેકટરે છાંટવું. આ ઉપરાંત એક આંતરખેડ અને વાવ્યા પછી એક મહિને હાથથી એક નિંદામણ કરવું.

જુવારમાં મધિયો માટે શું પગલા લેવા ?

જુવારના મધિયાથી બચવા માટે જુવારનું વાવેતર જુલાઈ માસના બીજા પખવાડિયા દરમ્યાન કરવું હિતાવહ છે. જેથી દાણા તેમજ ચારાનું વધુ ઉત્પાદન મળે. ઝાયરમ ૦.ર ટકાના બે છંટકાવ જેમાં પ્રથમ છંટકાવ ફૂલ અવસ્થા પહેલાં અને બીજો છંટકાવ પ૦% ફૂલ અવસ્થા દરમ્યાન કરવાથી મધિયાના રોગને કાબૂમાં લઈ શકાય છે.

જુવારમાં સાંઠાની માખી માટે શું પગલા લેવા ?

ચોમાસુ ઋુતુમાં જુવારની વાવણી કરવાથી સાંઠાની માખીનો ઉપદ્રવ ઓછો જોવા મળે છે. આથી ચોમાસાની શરૂઆત થતાંની સાથે જ જુવારની વાવણી કરવી જોઈએ. જો વરસાદની શરૂઆત સાથે જ વાવણી શકય ન હોય તો જુવારના બીજને કાર્બોસલ્ફાન રપ એસ.ટી. જંતુનાશક દવાનો ૧૦૦ ગ્રામ/ કિલો બીજ પ્રમાણે માવજત આપવી જોઈએ.

ઘાસચારા જુવારની જાતોની ખાસ વિશિષ્ટતાઓ ?

મીઠી અને રસદાર સાંઠાવાળી કે વધુ કુલ દ્રાવ્યક્ષારો ધરાવે છે.

ઉત્પાદન માટે ઊંચી અને નાજૂક તેમજ જાનવરોને ભાવે અને સરળતાથી પચી શકે તેવી.

વધુ પીલા ફૂટી શકવાની ક્ષામતા ધરાવતી અને એકથી વધુ વાઢ ટૂંકા સમયમાં આપી શકે તેવી

રોગ અને જીવાતો સામે પ્રતિકારકતા

મધ્યમ મોડી પાકતી અને વુધમાં વધુ બિયારણ પેદા કરી શકાય તેવી

હાઈડ્રોસાઈનીક એસીડ અને યુરિક એસિડ ઓછી ધરાવતી અને નાઈટ્રેટ ઝેર નહીંવત હોવું જોઈએ.

ઘાસચારા માટે જુવારની કઈ જાતનું વાવેતર કરવું?

ધાંસચારા જુવારની જાતોમાં એક કાપણી અને બહુ કાપણી માટે અલગ અલગ જાતો ભલામણ થયેલ છે. જેમાં સી-૧૦-ર (છાસટીયો) એસ-૧૦૪૯ (સુંઢીયુ) જીએફએસ-૩ અને જીએફએસ-૧૧ એક કાપણી માટે છે જયારે જીએફએસ-૪ અને જીએફએસ- પ બહુ કાપણી માટે છે. આ ઉપરાંત સીએસવી-ર૧-એફ એક કાપણી તેમજ બહુ કાપણી માટે વાવેતર કરી શકાય છે.

ઘાસચારાની જુવારમાં નિંદણ નિયંત્રણ માટે શું પગલા લેવા ?

ઘાસચારાની બહુકાપણીની જુવારમાં દરેક કાપણી બાદ આંતરખેડ કરીને હાથથી નિંદામણ કરવું જોઈએ. જો પુરતા મજૂર ઉપલબ્ધ હોય તો જુવારની વાવણી બાદ ૧પ, ૩૦ અને ૪પ દિવસે હાથથી નિંદામણ કરીને ચારાનું વધુ ઉત્પાદન મેળવી શકાય છે.

ઘાસચારાની જુવારમાં પાનના ટપકા તથા ગાભમારાની ઈયળનો ઉપદ્દવ ઓછા થાય તે માટે કોઈ જાત છે?

હા, ઘાસચારાની જીએફએસ પ જાત ઉંચી, મધ્યમ જાડા થડવાળી, પહોળા પાન અને મીઠી તથા રસદાર સાઠો ધરાવે છે. ઘાસચારાની આ જાત પાનના ટપકાના રોગ તથા ગાભમારાની ઈયળ સામે પ્રતિકારક છે.

ઘાસચારા જુવારની કાપણી કયારે કરવી જોઈએ?

ઘાસચારા જુવારમાં કાપણીનો સમય બહુ અગત્યનો છે. ઘાસચારા જુવારની કાપણી ફુલ અવસ્થાએ કરવી જોઈએ જો વહેલી કાપણી કરવામાં આવેતો તેમાં એચસીએન નામનો ઝેરી પદાર્થ વધુ માત્રામાં રહેલો હોય છે. જે પશુઓ માટે ઘાતક છે. જયારે મોડી કાપણી કરવાથી રેશાઓનુ પ્રમાણ વઘી જવાથી તેનું પોષણ મુલ્ય ઘટે છે.

Source જુવાર માટે પ્રશ્નોતરી