જમીન આ પાકને ફળદ્રુપ સારા નિતરવાળી જમીન વધારે માફક આવે છે. જમીનની તૈયારી હળથી ખેડ કરી, બે વખત કરબ મારી ઢેફાં ભાગી સમાર મારી જમીન સમતળ કરવી. જાતો આફ્રિકન ટોલ, પાયોનિયર હાઈબ્રીડ, ગંગા સફેદર, ગંગાપ, વિક્રિમ ફાર્મસમેરી, ગુજમકાઈ૧, ગુજરાત મકાઈર, ૩, ૪. બીજનો દર હેકટરે ૮૦ કિગ્રા બિયારણની વાવણી કરવી. વાવણી સમય ચોમાસામાં વાવણીલાયક વરસાદ થયે જુનજુલાઈ માસમાં વાવણી કરવી જોઈએ. શિયાળુ પાક માટે ઓકટોબરના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં અને ઉનાળુ પાક માટે માર્ચના પ્રથમ અથવા બીજા અઠવાડિયામાં વાવણી કરવી. વાવણી અંતર બે હાર વચ્ચે ૩૦ સે.મી. અંતર રાખી વાવણી કરવી. ખાતર હેકટરે ૪૦ કિગ્રા નાઈટ્રોજન, ૩૦ કિગ્રા ફોસ્ફરસ અને ર૦ કિલો ઝિંક સલ્ફેટ પાયાના ખાતરમાં આપવું. પાક એક માસનો થાય ત્યારે હેકટર દીઠ ૪૦ કિગ્રા. નાઈટ્રોજન પૂર્તિ ખાતર તરીકે આપવું. પિયતઃ ચોમાસામાં વરસાદની એકસરખી વહેંચણી હોય તો પિયતની જરૂરિયાત રહેતી નથી. જયારે શિયાળુ પાક માટે પ દિવસના અંતરે પ થી ૬ પિયત અને ઉનાળુ પાક માટે ૧૦ દિવસના અંતરે ૬ થી ૭ પિયતની જરૂરીયાત રહે છે. આંતરખેડ નિંદામણ ૩૦ થી ૩પ દિવસે એક આંતરખેડ અને એક નિંદામણ કરવું પાક સંરક્ષણ મોલોમશી :આ જીવાતના નિયંત્રણ માટે ડાયમીથીએટ ર૦ મીલી દવા ૧૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો. ગાભમારાની ઈયળ : હેકટર દીઠ ર૦ કિ.ગ્રા. ફયુરાડાન ૩જી વાવણી સમયે ચાસમાં આપવી. વધુ ઉપદ્રવ હોય તો એન્ડોસલ્ફાન ર૦ મીલી દવા ૧૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો. કાપણી મકાઈના પાકને કોઈપણ અવસ્થાએ લીલાચારા માટે કાપણી કરી શકાય છે. પરંતુ વધારે ઉત્પાદન મેળવવા માટે દૂધિયા દાણા અવસ્થાએ કાપણી કરવી જોઈએ. ઉત્પાદન ચોમાસુ :૩૦૦ થી ૪૦૦ કવીન્ટલ/હેકટરે શિયાળુ: ૪૦૦ થી પ૦૦ કવીન્ટલ/હેકટરે ઉનાળુ : ૩પ૦ થી ૪૦૦ કવીન્ટલ/હેકટરે સ્ત્રોત : ડોં. જી.જી. પટેલ, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેવતાજ -આણંદ