ચોમાસુ મગ માટે કઈ જાત સારી છે ? ચોમાસુ મગ માટે મગ ગુજરાત-૪ વધુ અનુકુળ છે. ઉનાળામાં મગનું વધુ ઉત્પાદન મેળવવા કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે ? સમયસર વાવણી થવી જોઈએ. ઉનાળામાં ૧પ ફેબ્રુઆરી થી રપ માર્ચ દરમ્યાન વાવણી કરી દેવી જોઈએ. જાતની પસંદગી માં ગુજરાત મગ-૩, ગુજરાત મગ-૪ અને મેહા જાતો વાવેતર માટે પસંદ કરવી. ઉનાળુ ઋતુમાં વાવીનું અંતર સામાન્ય રીતે એક થી દોઢ ફૂટનું રાખવું ખાતરની બાબતમા જોઈએ તો એક વિધામાં ૧પ કિલોગ્રામ ડી.એ.પી. ખાતર વાવતા પહેલા ચાસમા આપવું હેકટર દીઠ રપ કિલોગ્રામ બિયારણની જરૂરિયાત રહે છે. જેને ફૂગનાશક દવા અને પછી રાઈઝોબિયમ કલ્ચરનો પટ આપવો. ફુગનાશક દવામાં થાયરમ દવા એક કિલો બીજ દીઠ ૩ ગ્રામ પ્રમાણે વાવતા પહેલા ભેળવવી. શિયાળુ મગ માટે કઈ જાતનું વાવેતર કરવું? શિયાળુ ઋતુમાં દક્ષિાણ ગુજરાતમાં સીઓ-૪ જાતનું વાવેતર કરી શકાય. શિયાળુ મગ વાવેતર કયારે કરવું જોઈએ? શિયાળામાં મગ વાવેતર ઓકટોબર-નવેમ્બર મહિનામાં કરવું . પંચરંગિયા સામે પ્રતિકારક જાત જણાવશો મગમાં મેહા જાતમાં પંચરંગિયાનો ઉપદ્રવ ખૂબ જ ઓછો જોવા મળે છે. જેથી આ જાતનું વાવેતર કરવું જોઈએ. કઠોળ પાકમાં પાન અને શીંગોને નુકશાન કરતી મુખ્ય અને અન્ય જીવાતો કઈ અને તેના નિયંત્રણ માટે શું કરવું? લીલી ઈયળ (હેલીઓથીસ) કઠોળ પાકોને નુકશાન કરતી મુખય્ જીવાત છે. આ ઉપરાંત તુવેર,મગ,અડદ વગેરે કઠોળ પાકોમા અન્ય જીવાતમાં ભુરા પતંગીયા, પીછીંયુ ફૂદું, શીંગની માખી, ટપકાવાળી ઈયળનો સમાવેશ થાય છે. સંકલિત નિયંત્રણ :- ઉનાળામાં ઊંડી ખેડ કરવી. પ્રકાશ પીંજર તેમજ ફેરોમેન ટ્રેપ (વીંધે ૧) નો ઉપયોગ કરવો. પક્ષીઓને બેસવા આધાર મુકવા. જૈવિક નિયંત્રણમાં/ જૈવિક દવાઓ. એન.પી.વી.-રપ૦ રોગીષ્ટ ઈયળનું દ્વાવણ હેકટરે છંટકાવ કરવો. બી.ટી.(બેસીલસ થુરેજીએસીસ) પાવડર-૧-૧.પ કિ.ગ્રા./હે. પ્રમાણે છંટકાવ કરવો. લીંબોળીનો મીંજનો પ % નું દ્વાવણ છંટકાવ કરવો. રાસાયણિક દવાઓ જેવી કે ડાયકલોરોવોસ પ મી.લી અથવા કવીનાલફોસ ર૦ મી.લી. અથવા પ્રોફેનોફોશ ર૦ મી.લી. અથવા એસીફેટ ર૦ગ્રામ ૧૦ લીટર પાણીમાં મેળવીને પ્રથમ પ૦% ફૂલ અવસ્થાએ અને બીજો છંટકાવ ત્યાર બાદ ૧પ દિવસે કરવો. સ્ત્રોત: I-ખેડૂત