રાજયના અનુચુચિત જાતિના ખેડુતો ફળ અને શાકભાજીના પાકોના સારી ગુણવત્તાવાળા હાઇબ્રીડ બિયારણનો ઉપયોગ કરી ગુણવત્તાયુક્ત વધારે ઉત્પાદન મેળવી આવકમાં વધારો કરી શકે તે હેતુ માટે ફળ-શાકભાજીના હાઇબ્રીડ બિયારણની ખરીદીમાં અનુચુચિત જાતિના ખેડુતોને ખર્ચના ૭૫% કે હેકટરે રૂ. ૭૫૦૦/- સુધીની ૦.૧૦ થી ૨ (બે) હેકટર સુધી સહાય આપવામાં આવે છે . કાચામંડપ, ટામેટા/મરચા અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ સામાન્ય ખેડૂતોને ૫૦% અનૂ.જાતિ/ અનુ.જન જાતિ ૭૫% અને આદિમ તથા દેવી પૂજક ખેડુતોને- ૯૦% મુજબ સહાય. અંદાજીત એકમ ખર્ચ રૂ.૫૨૦૦૦/હેકટર અર્ધ પાકા મંડપ- વેલાવાળા શાકભાજીના પેડલ સામાન્ય ખેડૂતોને ૫૦% અનૂ.જાતિ/ અનુ.જન જાતિ ૭૫% અને આદિમ તથા દેવી પૂજક ખેડુતોને- ૯૦% મુજબ સહાય. અંદાજીત એકમ ખર્ચ રૂ.૮૦૦૦૦/હેકટર પાકા મંડપ- વેલાવાળા શાકભાજીના પેડલ સામાન્ય ખેડૂતોને ૫૦% અનૂ.જાતિ/ અનુ.જન જાતિ ૭૫% અને આદિમ તથા દેવી પૂજક ખેડુતોને- ૯૦% મુજબ સહાય. અંદાજીત એકમ ખર્ચ રૂ.૧,૬૦,૦૦૦/ હેકટર હાઇબ્રીડ બિયારણ/ ધરૂ યુનિટ કોસ્ટ-રૂ. ૫૦૦૦૦/ હે. • ખર્ચના ૪૦%, મહત્તમ રૂ. ૨૦૦૦૦/હે. સ્ત્રોત: કૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર