અધિનિયમ ૨૦૦૧ ના કાર્યો: વનસ્પતિની નવી વિકસવામાં આવેલી જાતો ની નોંધણી રાખવી, જેમાં ખાસ તો જે જાતો અસ્તિત્વમા આવી રહી છે અને આવાની છે તેની ખાસ નોંધણી કરવી. છોડની ચણાવી જાતો માટેની ડસ (DUS) ગાઈડ લાઈન (છોડમા જોવા મળતો તફાવત, એકસુત્રતા અને સાતત્યની વિગતો) ને વિકસાવવી. નોંધણી થયેલ જાતો ના લક્ષણો નું દસ્તાવેજીકરણ કરવું. છોડ ના વિવિધ જાતો ની ફરીજીયાત યાદી તૈયાર કરવી. ખેડૂત દ્વારા વિકસાવેલ છોડ ના વિવિધ જાતો ની ફરીજીયાત યાદી તૈયાર કરવી. ખેડૂતો અને તેમના સંવર્ગને તેમાય ખાસ તો પછાત અને ગામડામા વસતા ખેડૂતોને નવાજવા અને તેમના સંસોધન ના કામે ને પ્રોત્સાહન આપવું. છોડ ની નવીન જાતો નું રાષ્ટીય નોંધણીપત્રકમા નોંધણી કરવી. રાષ્ટીય જેઈવિક ફંડ ની જાળવણી કરવી. અધિનિયમ અંતર્ગત આપેલ અધિકારો: બ્રીડરના અધિકારો: બ્રીડર ને સંરક્ષિત જાતોના ઉત્પાદન, વેચાણ, વહેચાનીથી માંડી આયાત અને નિકાસ સહીતના અધિકાર છે. તેઓ કોઈપણ એજેન્ટની નિમણુક કરી શકે છે, અને તેને લીસેન્સ આપી સકે છે. કાયદાના ભંગ બદલ તે કાર્યવાહી કરી સકે છે. સંશોધકો ના અધિકારો: સંશોધકો, નોંધાયેલી છોડ ની કોઈપણ જાતનો ઉપયોગ અધિનિયમ અંતર્ગત પોતાના પ્રયોગો અને સંશોધનો માટે કરી શકાય છે. તેનો હેતુ નવીન જાતો વિકસવાનો હોય છે, પરંતુ જયારે પણ નોંધાયેલી કોઈપણ જાત નો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે બ્રીડર ની પરવાનગી લેવી જરૂરી છે.