ગુજરાત સરકારે રાજ્યના ખેડુતોના લાભાર્થે ખાતેદાર ખેડુત આકસ્મિક મૃત્યુ /કાયમી અપંગતતા સહાય યોજના ૨૬મી જાન્યુઆરી ૧૯૯૬ ના શુભ દિવસથી આરંભ કરેલ છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખાતેદાર ખેડુતનું અકસ્માતે મૃત્યુ થાય કે કાયમી અપંગતતા આવે તો તેના વારસદારને આર્થિક સહાય આપવાનો છે. આ યોજના ૧૦૦ % રાજ્ય સરકારના સહાયની યોજના છે. આ યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતો વતી રાજ્ય સરકાર દ્વારા વીમા પ્રીમીયમ ચુકવવામાં આવે છે. ખેડુત ખાતેદારને વીમાનો લાભ આપી તેના પરીવારને આર્થિક રક્ષણ પુરું પાડવાની યોજના હાલમાં ગુજરાત સામુહિક જૂથ (જનતા અકસ્માત વીમા યોજના) હેઠળ તા. ૦૧/૦૪/૨૦૦૮ થી વિમા નિયામકશ્રી મારફત અમલમાં છે. રાજય સરકારશ્રી દ્વારા તા.૦૧/૪/૨૦૧૨થી ખાતેદાર ખેડૂત અક્સ્માત વીમા યોજનામાં ખાતેદાર ખેડૂત ઉપરાંત ખાતેદાર ખેડૂતના પ્રથમ હયાત વારસદાર (પુત્ર/પુત્રી)નો સમાવેશ કરવામાં આવેલ છે. યોજનાનો લાભ મેળવવા માટેની શરતો મૃતક અથવા કાયમી અપંગ વ્યક્તિએ પોતાના નામે સંયુક્ત કે વ્યક્તિગત નામે જમીન ધારણ કરેલી હોવી જોઇએ. મૃત્યુ અથવા કાયમી અપંગતા અકસ્માતના કારણે ઉપસ્થિત થયેલ હોવી જોઇએ. કુદરતી મૃત્યુ અને આપધાતના કિસ્સાનો સમાવેશ યોજના નીચે કરવામાં આવેલ નથી. વારસદારના કિસ્સામાં મૃતક ખાતેદાર ખેડૂતનો પ્રથમ હયાત વારસદાર (પુત્ર/પુત્રી) હોવા જોઇએ યોજનાનો લાભ આ યોજનામાં જો ખાતેદાર ખેડૂતનુ મૃત્યુ થાય તો તેનો લાભ મૃતક ખાતેદાર ખેડૂતના વારસદારને અને જો ખાતેદાર ખેડૂત અપંગ થાય તો તેનો લાભ ખાતેદાર ખેડૂત ને નીચેની વિગતે લાભ મળે . અકસ્માતનાં કારણે મૃત્યુ/કાયમી , સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં રૂ. ૧,૦૦,૦૦૦/- અકસ્માતને કારણે બે આંખ કે બે અંગ અથવા હાથ/પગ ગુમાવવાના કિસ્સામાં રૂ. ૧,૦૦,૦૦૦/- (આંખનાં કિસ્સામાં આંખની સંપૂર્ણ ૧૦૦% દૃષ્ટિ જવી, હાથનાં કિસ્સામાં કાંડાથી ઉપરનો ભાગ તથા પગનાં કિસ્સામાં ઘૂંટણ ઉપરથી તદ્દન કપાયેલ હોવો જરૂરી છે.) અકસ્માતને કારણે એક આંખ અને એક અંગ ગુમાવવાના કિસ્સામાં રૂ. ૧,૦૦,૦૦૦/- અકસ્માતને કારણે એક આંખ અથવા એક અંગ ગુમાવવાના કિસ્સામાં રૂ. પ૦,૦૦૦/- આ વીમા યોજના હેઠળ લાભાર્થીઓના વારસદાર તરીકે નીચે મુજબ વ્યક્તિઓ ક્રમાનુસાર રહેશે. પતિ અથવા પત્ની : તેમની ગેરહયાતીમાં તેમના બાળક-પુત્ર/પુત્રી : તેમની ગેરહયાતીમાં તેમના મા-બાપ : તેમની ગેરહયાતીમાં તેમના પૌત્ર/પૌત્રી : ઉક્ત અ,બ,ક ની ગેરહયાતીમાં લાભાર્થી ઉપર આધારિત અને તેમની સાથે રહેતા અપરણિત અથવા વિધવા અથવા ત્યક્તા બહેન ઉપરોક્ત કિસ્સા સિવાયના તથા વિવાદાસ્પદ કેસમાં સબંધિત લાભાર્થીને લાગુ પડતા વારસાધારા હેઠળ જાહેર થયેલ વારસદારો. આ યોજનાનો લાભ કેવી રીતે મળે ખાતેદાર ખેડૂતનુ મૃત્યુ થાય તો ખાતેદાર ખેડૂતના વારસદારએ અને અપંગતાના કિસ્સામાં ખાતેદાર ખેડૂતે નિયત નમુનામાં નીચે મુજબના સાધનિક કાગળો સહિતની અરજી મૃત્યુ તારીખથી ૯૦ દિવસની અંદર સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જિલ્લા પંચાયતે રૂબરૂ કરવાની રહેશે ૯૦ દિવસબાદ મળેલ અરજી માન્ય રાખવામાં આવશે નહીં દાવા અરજી સાથે જોડવાના જરૂરી દસ્તાવેજો યાદી અકસ્માત મૃત્યુ વળતર મેળવવા માટેની નિયત નમુનાની અરજી પરિશિષ્ટ- ૧,ર,૩, ૩(A),૪,અને ૫ ૭/૧૨, ૮-અ, ગામના નમુના નં.૬ (હક્ક પત્રક), {મૃત્યુ તારીખ પછીના પછીના પ્રમાણિત ઉતારા) પી.એમ. રીપોર્ટ એફ.આઇ.આર, પંચનામા રીપોર્ટ, પોલીસ ઇન્ક્વેસ્ટ પંચનામુ મૃતકનુ મરણનુ પ્રમાણપત્ર સબડીવીઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા કેસ એપ્રુવ કર્યા અંગેનો રીપોર્ટ કાયમી સંપૂર્ણ અપંગતાના કેસમાં મેડીકલ બોર્ડ/સિવિલ સર્જનનું ફાઈનલ એસેસમેન્ટ દર્શાવતું પ્રમાણપત્ર તથા અપંગતા બતાવતો પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટોગ્રાફ મૃતક અકસ્માત સમયે વાહન ચલાવતા હોય તો તેમનુ વેલીડ ડ્રાઇવીંગ લાયસન્સ, રૂ. ૧૦૦/-ના સ્ટેમ્પ પેપર્સ પર નોટરી/રજીસ્ટ્રર વાળુ ઇન્ડેમ્નીટી બોન્ડ પેઢીનામુ વારસદારના કેસમાં અસલ પેઢીનામુ યોજનામાં આપેલ સહાય અંગેની વિગત આ યોજના હેઠળ ૨૬મી જાન્યુઆરી, ૧૯૯૬ થી વર્ષ ૨૦૧૨-૧૩ સુધીમાં કુલ ૧૫,૨૩૭ દાવાઓ મંજૂર કર્યા અને રૂ. ૧૩૧૩૫.૦૦ લાખ વીમા સહાય ખાતેદાર ખેડૂતના વારસદારોને ચુકવવામાં આવી છે. ફોર્મ અને ઠરાવ ખાતેદાર ખેડૂત અસ્ક્માત વીમા યોજના ઠરાવો ૨૦૧૫-૨૦૧૬ ક્રમ ઠરાવ તારીખ ઠરાવ ક્રમાંક ઠરાવનો વિષય ડાઉનલોડ્સ 1 13-04-2016 કૃષમ-૧૧-૨૦૧૫-૧૫૧૮-ક.૯ આંતર માળખાકીય સુવિધા ઉભી કર્વા માટે ૬% વ્યાજ સહાયની યોજના વર્ષ ૨૦૧૬-૧૭ માટેની નવી બાબતની વહીવટી મંજુરી બાબત ડાઉનલોડ 2 13-04-2016 બજટ-૧૦-૨૦૧૫-૧૨૩૩-ક.૫ સને ૨૦૧૬-૧૭માં સબ મિશન ઓન એગ્રીકલ્ચર મીકેનાઇઝેશન યોજનાની ચાલુ બાબતને વહીવટી મંજુરી આપવા બાબત ડાઉનલોડ 3 19-03-2016 જવય-૧૦૨૦૧૧-ઓ-૩૦૮ (IWDMS No. 186826)-ન ગુજરાત સામુહિક જૂથ (જનતા) અકસ્માત વીમા યોજનામાં સુધારો કરવા બાબત ડાઉનલોડ 4 04-01-2016 BJT/302014/1120/k6 નેશનલ મિશન ઓન ઓઈલ સીડ એન્ડઓઈલ પામ યોજના પ્લાન અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ અને સામાન્ય ખેડૂત માટે –ફ્લેક્ષી ફંડ અને સ્પ્રીંકલર સેટ ડાઉનલોડ 5 09-12-2015 બજટ-૧૦૨૦૧૪-૨૧૬૨-ક-૭ કૃષિ યાંત્રીકરણનો ઉપયોગ કરી ખેતી વધુ નફાકારક બની શકે તે હેતુ માટે એગ્રો સર્વિસ પ્રોવાઇડરની નવી યોજનાને વહિવટી મંજૂરી આપવા બાબત. વર્ષ ૨૦૧૫-૧૬ ડાઉનલોડ 6 30-10-2015 બજટ-૧૦૨૦૧૪-૧૦૦૯-ક-૫ સને ૨૦૧૫-૧૬ ચાલુ બાબત, નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર યોજના (નોર્મલ ખેડૂતો માટે, અનુસૂચિત જાતિના ખેટૂતો માટે, અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે) અંતર્ગત કરેલ ઓન ફાર્મ વોટર મેનેજમેન્ટ ઘટકની જોગવાઇ પ્રધાનમંત્રી ક્રુષિ સિંચાઇ યોજના હેઠળ કરવા બાબત ડાઉનલોડ 7 29-09-2015 કૃષમ - ૧૧-૨૦૧૫-૧૧૪-ક.૯ આંતર માળખાકીય સુવિધા ઉભી કરવા માટે ૬ ટકા વ્યાજ સહાયની યોજના વર્ષ ૨૦૧૫-૧૬ માટેની નવી બાબતની વહીવટી મંજુરી બાબત. ડાઉનલોડ સ્ત્રોત: ખેતી નિયામકશ્રીની કચેરી, ગુજરાત રાજ્ય