યોજનાનો ઉદ્દેશ પશુપાલન વ્યવસાયમાં જોડાયેલ મહત્વની કડી મહિલાઓને લઇ તેનો વિકાસ. વિસ્તારમાં રહેલા નબળા ઢોરની જગ્યાએ જાતવાન જાનવરનો વિકાસ. પશુપાલન વ્યવસાય માટે જરૂરી માળખુ ઉભુ કરવું. પાત્રતાના ધોરણો આ યોજના હેઠળ મહિલા લાભાર્થી ૦ થી ૨૦ નો બીપીએલ સ્કોર ધરાવતા હોવા જોઇએ. આ યોજના અંતર્ગતલાભાર્થી અનુ. જનજાતિનાં જ હોવ તે સક્ષમ અધિકારીશ્રી દ્વારા પ્રમાણપત્ર મેળવેલ હોવો જોઇએ. લાભાર્થી દ્વારા આ યોજના હેઠળ આપવાના થતા ૨ પશુના યુનિટનો અગાઉ લાભ મેળવેલ ન હોવા જોઇએ. આ યોજના હેઠળ લાભાર્થી દૂધ મંડળીના સભાસદ હોવા જોઇએ. યોજનાના ફાયદા/સહાય આ યોજના હેઠળ પસંદ કરેલ લાભાર્થીને બે દૂધાળા પશુનો લાભ આપવામાં આવે છે. દૂધાળા પશુ ઉપરાંત સહાય, પશુ પરિવહન ખર્ચ, પશુ ખાણ- દાણ, વાસણ કીટ, પશુ સારવાર તથા તાલીમની સંલગ્ન સવલતો આપવામાં આવે છે. આ યોજના હેઠળ આપવામાં આવતી યુનિટ કોસ્ટની રકમ રૂ. ૫૪૪૦૦/- નિયત કરેલ છે. (જેમાં ભારત સરકારના સહાય રૂ. ૧૭,૪૦૦ રાજ્ય સરકારની સહાય રૂ. ૧૫૦૦૦, જીટીડીસી લોન રૂ.૨૦,૦૦૦/- તથા લાભાથી ફાળો રૂ.૨૦૦૦/- ) અમલીકરણ કરતી કચેરી/એજન્સી/સંસ્થા આદિજાતિ વિસ્તારોમાં આવેલી જીલ્લા દૂધ ઉત્પાદક સંઘો દ્વારા આ યોજનાનું અમલીકરણ કરવામાં આવે છે તથા યોજનાનું સમગ્ર મોનીટરીંગ સંબંધિત પ્રાયોજના વહીવટદારશ્રી દ્વારા કરવામાં આવે છે. સ્ત્રોત : મારુ ગુજરાત બ્લોગ