ખાતરની ખરીદી વખતે ધ્યાનમાં રાખવાના મુદાઓ પાકની પોષક તત્વોની જરૂરીયાત ધ્યાને રાખી ખરીદી કરવી. મિશ્ર ખાતરોની પસંદગી વખતે ભરોસાપાત્ર કંપનીઓના ખાતર ખરીદવા. ખારી–ભાસ્મિક જમીનની તાસીર અને ભલામણ થયેલ ખાતરની પસંદગી કરવી. પોષક તત્વની એકમ કિંમત જે ખાતરમાં ઓછી હોય, તેવા ખાતરો પસંદ કરવા. જો બે કે તેથી વધારે ખાતરો એક સાથે પહેલા ભેગા કરી, જમીનમાં આપવાના હોય તો તેના મિશ્રણનો ચાર્ટ જોઈને ખાતરની પસંદગી કરવી. ખાતરની થેલી પરની વિગત જેમકે કંપનીનું નામ, પોષક તત્વોના ટકા, ટેગીંગ અને તારીખ, વજન કિંમત, લાયસન્સ નંબર વગેરે ચકાસીને ખાતર પસંદ કરવું. પૂર્તિ ખાતર પાકને આપવાનું હોય ત્યારે સહેલાઈથી દ્રાવ્ય થતા ખાતરો પસંદ કરવા. ખાતરની ભૌતિક સ્થિતિ પણ પસંદગીમાં ધ્યાને લેવી જોઈએ. જમીનના પ્રત (પ્રકાર)ને આધારે ખાતરની પસંદગી કરવી જોઈએ. જંતુનાશક દવા ખરીદતી વખતે ધ્યાનમાં રાખવાના મુદાઓ જંતુનાશક દવા રજીસ્ટ્રેશન થયેલ હોવી જોઈએ. દવાના પેકીંગ પર નોંધણી થયેલ આઈ.એસ.આઈ. માર્કો દર્શાવેલ હોવો જોઈએ. જંતુનાશક દવાનું ટેકનીકલ તેમજ વ્યાપારી નામ દર્શાવેલ હોવું જોઈએ. જંતુનાશક દાવના પેકીંગ પર દવાની બનાવટમાં સક્રીય તત્વનું પ્રમાણ તેમજ કયા સ્વરૂપ (ઈ.સી./વે..પા./ ડસ્ટ /ડબલ્યુ.એસ/ડબલ્યુ.પી./ ગ્રેન્યુલ વગેરે) માં છે તે દર્શાવેલ હોવું જોઈએ. જંતુનાશક દવા કઈ કઈ જીવાતોને નિયંત્રણ કરે છે તેની વિગત હોવી જોઈએ. દવાની અસરકારકતાની માત્રા / જથ્થો તેમજ ઝેરની તીવ્રતા દર્શાવતા રંગ ( લીલો/ પીળો / લાલ ) ત્રિકોણાકાર ભાગમાં દર્શાવેલ હોવો જોઈએ. દવા છાંટતી વખતે ઝેરી અસર થાય તો તેના લક્ષણો તેમજ તેની સલામતી માટે વાપરવાના થતાં એન્ટીડોટ દર્શાવેલ હોવા જોઈએ. દવાનું પેકીંગ સીલ કરેલ હોવું જોઈએ. દવાના પેકીંગ પર દવા કયારે બનાવી તે સમય તેમજ દવાની નિષ્ક્રિયતા (એકસપાયરી) તારીખ દર્શાવેલ હોવી જોઈએ. બિયારણ ખરીદતી વખતે ધ્યાનમાં રાખવાના મુદાઓ વાવેતર માટે કૃષિ યુનિવર્સિટી અને ખેતીવાડી ખાતાએ ભલામણ કરેલ સુધારેલ / સંકર જાતોનું જ બીજ ખરીદવું. સુધારેલ સંકર જાતોનું બીજ હંમેશા ગુજરાત રાજય બીજ નિગમ / ગુજરાત રાજય બીજ નિગમના માન્ય ડીલર પાસેથી જ ખરીદવું. બિયારણના પેકીંગ ઉપર બીજ પ્રમાણન એજન્સીનું લેબલ તપાસીને પછી જ ખરીદી કરવી. ૪. શકય હોય ત્યાં સુધી ટ્રુથફુલ બિયારણને બદલે સર્ટીફાઈડ બિયારણ જ ખરીદવું. બિયારણના પેકીંગ ઉપર ઉત્પાદક કોણ છે તે તપાસીને જ ખરીદી કરવી. બિયારણ ખરીદતી વખતે પેકીંગ ઉપર બીજની સ્ફુરણના ટકા દર્શાવેલ હોય તેમજ તે કઈ સાલનું ઉત્પાદન છે તે પણ દર્શાવેલ હોય તે જોઈ ચકાસીને ખરીદવું. સુધારેલ જાતોના બીજ ખેડૂત પોતે જ કાળજી રાખીને તૈયાર કરી શકે છે તેથી દર વર્ષે સુધારેલ જાતોનું બિયારણ ખરીદવાની જરુર રહેતી નથી. સંકર જાતોના બિયારણો દર વર્ષે નવા ખરીદવા પડતા હોય જે તે ખેડૂતે તેમના ખેતર પરવાવવામાં આવેલ આવા સંકર પાકોના બીજનો ઉપયોગ બીજે વર્ષે કરવો હિતાવહ નહીં. સ્ત્રોત: શ્ની.એમ.એમ.પ્રજાપતિ