નીમાસ્ત્ર બનાવવાની પધ્ધતિ:ર૦૦ લીટર પાણી + ૧૦ લીટર ગૌમુત્ર + ર કીગ્રા છાણ + ૧૦ કીગ્રા કડવો લીમડો. મિશ્રણને કોથળાથી ઢાંકી ૪૮ કલાક છાયામાં રાખવું. સવાર-સાંજ ૧-૧ મિનિટ માટે ઘડીયાળનાં કાંટાની દિશામાં હલાવવું.પછી કપડાંથી ગાળીને સંગ્રહ કરવો. છંટકાવ: પ્રતિ એકર ર૦૦ લીટર ફકત નીમાસ્ત્ર, પાણી ભેળવવાનું નથી. સંગ્રહણ ક્ષમતા: ૬ મહીના સુધી ઉપયોગમાં લઈ શકાય. નિયંત્રણ: ચૂસીયા જીવાતો, સફેદ માખી, નાની ઈયળ બ્રહમાસ્ત્ર બનાવવાની પધ્ધતિ:ર૦ લીટર ગૌમુત્ર + ર કીગ્રા કડવા લીમડાના પાનની ચટણી + ર કીગ્રા કરંજના પાનની ચટણી + ર કીગ્રા સીતાફળના પાનની ચટણી + ર કીગ્રા એરંડાના પાનની ચટણી + ર કીગ્રા ધતુરાના પાનની ચટણી: આ મિશ્રણને ઢાંકી ધીમા તાપે એક ઉભરો (ઉફાણો) આવે ત્યા સુધી ગરમ કરવું પછી ઠંડુ પડવા દેવું. ત્યારબાદ ર દિવસ સુધી સવાર-સાંજ ૧-૧ મિનિટ માટે ઘડીયાળનાં કાંટાની દિશામાં હલાવવું પછી કપડાથી ગાળીને સંગ્રહ કરવો. છંટકાવ: પ્રતિ એકર ર૦૦ લીટર પાણી + ૬ થી ૮ લીટર બ્રહમાસ્ત્ર સંગ્રહણ ક્ષમતા: : ૬ મહીના સુધી ઉપયોગમાં લઈ શકાય નિયંત્રણ : મોટી ઈયળ, ચૂસીયા જીવાતો અગ્નીઅસ્ત્ર બનાવવાની પધ્ધતિ: ર૦ લીટર ગૌમુત્ર + ર કીગ્રા કડવા લીમડાનાં પાનની ચટણી + પ૦૦ ગ્રામ તીખી મરચીની ચટણી + રપ૦ ગ્રામ દેશી લસણની ચટણી +પ૦૦ ગ્રામ તમાકુનો પાવડર +- આ મિશ્રણને ઢાંકી ધીમા તાપે એક ઉભરો (ઉફાણો) આવે ત્યાં સુધી ગરમ કરી પછી ઠંડુ પડવા દેવું ત્યારબાદ ર દિવસ સુધી સવાર-સાંજ,૧-૧ મિનિટ માટે ઘડીયાળનાં કાંટાની દિશામાં હલાવવું પછી કપડાથી ગાળીને સંગ્રહ કરવો છંટકાવ: પ્રતિ એકર ર૦૦ લીટર પાણી + ૬ થી ૮ લીટર અગ્નીઅસ્ત્ર સંગ્રહણ ક્ષમતા: ૩ મહીના સુધી ઉપયોગમાં લઈ શકાય નિયંત્રણ: બધા જ પ્રકારની જીવાતો માટે, પ્રકાંડને કોરનાર ઈયળ, ફળોમાં થતી ઈયળ, કળીઓમાં રહેલી ઈયળ, કપાસના કાચા જીંડવામાં થતી ઈયળ અને અન્ય તમામ નાની મોટી ઈયળોને કાબુમાં રાખે છે. દશપર્ણી અર્ક બનાવવાની પધ્ધતિ : ર૦૦ લીટર પાણી + ર૦ લીટર ગૌમુત્ર + ર કીગ્રા છાણ + – આ મિશ્રણ લાકડીથી હલાવીને ર કલાક છાયામાં કોથળાથી ઢાંકવું જેથી જૈવ-રાસાયણીક બંધ તુટી જાય ત્યારબાદ ઉપરોકત મિશ્રણ + પ૦૦ ગ્રામ હળદરનો પાવડર + પ૦૦ ગ્રામ આદુની ચટણી +૧૦ ગ્રામ હીંગનો પાવડર. આ મિશ્રણ હલાવીને આખી રાત કોથળાથી ઢાંકવું. બીજા દિવસે સવારે ઉપરોકત મિશ્રણ + ૧ કીગ્રા તીખી મરચીની ચટણી + પ૦૦ ગ્રામ દેશી લસણની ચટણી +૧ કીગ્રા તમાકુનો પાવડર. આ મિશ્રણને ઢાંકીને વરસાદ અને તડકાથી દૂર છાયામાં રાખવું. ત્રીજા દિવસે સવારેઉપરોકત મિશ્રણ + ર કીગ્રા કડવા લીમડાની ડાળીઓ, પાન +ર કીગ્રા કરંજના પાન +ર કીગ્રા એરંડાના પાન +ર કીગ્રા સીતાફળ/રામફળના પાન +ર કીગ્રા ધતુરાના પાન + ર કીગ્રા બીલી પત્ર +ર કીગ્રા નગોડના પાન +ર કીગ્રા તુલસીની ડાળી, પાન +ર કીગ્રા ગલગોટાના ફુલ, છોડ, પાન +ર કીગ્રા કડવા કારેલાના પાન +ર કીગ્રા પપૈયાના પાન +ર કીગ્રા આકડાના પાન +ર કીગ્રા કરંજના પાન +ર કીગ્રા આંબાના પાન +ર કીગ્રા જામફળના પાન +ર કીગ્રા હળદરના પાન + ર કીગ્રા આદુના પાન +ર કીગ્રા કરેણના પાન +ર કીગ્રા દેશી/રામ બાવળના પાન +ર કીગ્રા બોરડીના પાન +ર કીગ્રા કુવાડીયાના પાન +ર કીગ્રા જાસુદના પાન +ર કીગ્રા સરગવાના પાન + ઉપરોકત પૈકી પ્રથમ પાંચ ફરજીયાત લેવાના અને બાકી રહેલા માંથી કોઈપણ પાંચના પાન પસંદ કરવાં ત્યારબાદ આ મિશ્રણને પાણીમાં ડુબાડવું, ૩૦ થી ૪૦ દિવસ સુધી છાયામાં રાખવું. અગાઉ મુજબ દિવસમાં સવાર-સાંજ, ૧-૧ મિનિટ માટે ઘડીયાળનાં કાંટાની દિશામાં હલાવવું પછી કપડાથી ગાળીને સંગ્રહ કરવો. છંટકાવ: પ્રતિ એકર ર૦૦ લીટર પાણી + ૬ થી ૮ લીટર દશપર્ણી અર્ક સંગ્રહણ ક્ષમતા: ૬ મહીના સુધી ઉપયોગમાં લઈ શકાય નિયંત્રણ: બધા જ પ્રકારની જીવાતો માટે, ઈયળો, થ્રીપ્સ સપ્ત ધાન્યાંકુર અર્ક બનાવવાની પધ્ધતિ: ૧૦૦ ગ્રામ તલ એક વાટકામાં લઈ, તલ ડુબે તેટલુ પાણી નાખવું + ૧૦૦ ગ્રામ મગના દાણા + ૧૦૦ ગ્રામ અડદના દાણા +૧૦૦ ગ્રામ ચોળીના દાણા +૧૦૦ ગ્રામ મઠના દાણા +૧૦૦ ગ્રામ દેશી ચણાના દાણા +૧૦૦ ગ્રામ ઘઉંના દાણા +- આ મિશ્રણ પાણીમાં ડુબી જાય તેટલુ પાણી નાખવું.- ત્રીજા દિવસે સાતેય ધાન્યને પાણીમાંથી કાઢી નાખવા પછી તેને સ્વચ્છ કપડામાં અંકુરીત થવા માટે લટકાવી દેવા અને પાણી ને સાચવવું.- ૧ સેમી લંબાઈનો અંકુર થાય ત્યારે તેને બહાર કાઢી ચટણી બનાવવી. ત્યારબાદર૦૦ લીટર પાણી +૧૦ લીટર ગૌમૂત્ર +ધાન્યનું પાણી + ધાન્યની ચટણી – આ મિશ્રણ બરાબર મિકસ થઈ જાય ત્યા સુધી લાકડાના હાથા વડે હલાવ્યા બાદ કોથળાથી ઢાંકીને ર કલાક રાખવું પછી કપડાંથી ગાળવું અને ૪૮ કલાકમાં છંટકાવ કરવો. છંટકાવ: ૪૮ કલાકમાં છંટકાવ કરવો સંગ્રહણ ક્ષમતા: ૪૮ કલાક સુધી ઉપયોગમાં લઈ શકાય. ફુગનાશક બનાવવાની પધ્ધતિ: ર૦૦ લીટર પાણી + ૧પ લીટર ગાળેલ જીવામૃત + પ લીટર ખાટી છાશ (ત્રણ દીવસની વાસી) – આ મિશ્રણનો છંટકાવ કરવો. ર૦૦ લીટર પાણી + ર૦ લીટર ગાળેલ જીવામૃત. – આ મિશ્રણનો છંટકાવ કરવો. ર૦૦ લીટર પાણી + પ લીટર ખાટી છાશ (ત્રણ દીવસની વાસી). – આ મિશ્રણનો છંટકાવ કરવો. પ કીગ્રા અડાયાને મોગરી વડે ભાગીને ચૂર્ણ બનાવવુ, એક કપડાની પોટલીમાં તેને બાધીને તે પોટલી ર૦૦ લીટર પાણીમાં આકૃતિ પ્રમાણે ૪૮ કલાક સુધી લટકાવવી – ૪૮ કલાક પછી પાણીનો રંગ બદલાશે. પછી તેને બહાર કાઢી નીચોવવી અને ફરીથી પાણીમાં ડુબાડવી. આવું ત્રણ વખત કરવું પછી છંટકાવ કરવો. સંગ્રહણ ક્ષમતા: ૪૮ કલાક સુધી ઉપયોગમાં લઈ શકાય. સૂંઠાસ્ત્ર બનાવવાની પધ્ધતિ: ર લીટર પાણી + ર૦૦ ગ્રામ સુંઠનો પાવડર આ મિશ્રણ સંપૂર્ણ મિશ્ર થાય ત્યાં સુધી ધીમે ધીમે હલાવવુ પછી તેને ઢાંકણ રાખીને અડધુંપાણી રહે ત્યા સુધી ગરમ કરવું બીજુ વાસણ લઈ તેમા ર લીટર દૂધ ઢાંકીને ધીમા તાપ ઉપર એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરી ઠંડુ પડવા દેવું દૂધ ઉપરની મલાઈ ચમચા વડે કાઢી લેવી. ત્યારબાદ ર૦૦ લીટર પાણી લઈ તેમાં મલાઈ વગરનું ઉકાળેલુ દૂધ મિશ્ર કરવંુ અને સુંઠનો અર્ક ઉમેરવો પછી લાકડી વડે હલાવવું. છંટકાવ: કપડાથી ગાળીને છંટકાવ કરવો. સંગ્રહણ ક્ષમતા: ૪૮ કલાક સુધી ઉપયોગમાં લઈ શકાય થ્રિપ્સ માટે બનાવવાની પધ્ધતિ: ર કીગ્રા કોંગે્રસ ઘાસના ટુકડા +ર કીગ્રા લીમડાના પાન +૧ કીગ્રા ગોળ +૧ કીગ્રા મેદો +૧૦ કીગ્રા ડુંગળી ના ટુકડા +ર૦ લીટર ગૌમૂત્ર +ર૦૦ લીટર પાણી આ મિશ્રણ હલાવીને કોથળાથી ઢાકયા બાદ ૪૦ દીવસ સુધી સડવા દેવુ, દરરોજ સવાર-સાંજ, ૧-૧ મિનિટ માટે ઘડીયાળનાં કાંટાની દિશામાં હલાવવું પછી કપડાથી ગાળીને સંગ્રહ કરવો. છંટકાવ: કપડાથી ગાળીને છંટકાવ કરવો. સંગ્રહણ ક્ષમતા: ૬ મહીના સુધી ઉપયોગમાં લઈ શકાય મિલીબગ માટે બનાવવાની પધ્ધતિ: દેશી બાવળની સૂકી શીંગો ભેગી કરી (બીજ સહીત) તેને ખાંડીને પાવડર બનાવી તેનો સંગ્રહ કરવો.પ લીટર પાણી + ર૦૦ ગ્રામ બાવળનો પાવડર .- આ મિશ્રણ ઢાંકણ ઢઢાંકી કી ર૪ કલાક સુધી રાખવું પછી કપડાથી ગાળવું. છંટકાવ: ર૦૦ લીટર પાણી +ર લીટર ગૌમૂત્ર + બાવળનો અર્ક છંટકાવ કરવો સંગ્રહણ ક્ષમતા: ૪૮ કલાક સુધી ઉપયોગમાં લઈ શકાય સ્ત્રોત : નેચરલ ફાર્મિંગ