નામ : પટેલ ગીતાબેન દશરથભાઇ ગામ : તાજપુર તાલુકો : પ્રાંતિજ જી . સાબરકાંઠા ઉંમર : 50 વર્ષ અભ્યાસ : એસએસસી . જમીન : 0 – 63 હેકટર ફોન : મો . 9898535357 ખેતીની સાથે ખેડૂતો પશુપાલન વ્યવસાયને પૂરક આવક માટે સામાન્ય રીતે અપનાવતા હોય છે પરંતુ ગીતાબેનને પશૂઓ પ્રત્યેની વધુ રુચિ હોય તેમણે પશુપાલન ક્ષેત્રને જ મુખ્ય વ્યવસાય બનાવવાનો નિર્ધાર કર્યો . વર્ષ 2010 – 11 માં 30 ગાયો થી દૂધ ઉત્પાદનની શરુઆત કરી અને પ્રથમ વર્ષ થી જ સફળતાના શિખર સર કરતા ગામમાં અને તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું . વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા માટે વિવિધ અધિકારીઓની મુલાકાત લીધી . આત્મા દ્વારા પ્રેરણા પ્રવાસમાં જઇ હાઇટેક પશુપાલન અંગેનું માર્ગદર્શન મેળવ્યું . બાગાયત વિભાગ મારફતે ઇઝરાયલ દેશમાં ગયા અને વધુ જાણકારી મેળૅવી . આધુનિક પધ્ધ્તિ થી દૂધ ઉત્પાદન કરવા નવી 150 ગાયોને વસાવી અને તબેલાને આધુનિક બનાવ્યો. દૂધ દોહન માટે મિલિંકગ મશીનનો ઉપયોગ શરુ કર્યો . લીલો – સુકો ઘાસચારો ચાફકટરથી કાપીને ગાયોને આપવાનું શરુ કર્યું . પશુઓને સીઝન મુજબ ઠંડી – ગરમીમાં રહે તે માટે તબેલામાં ઊંચાઇવાળા શેડ બનાવી ફોગર તેમજ પંખા લગાવ્યા . પાણી પીવા માટે ઓટોમેટિક કૂંડાની વ્યવસ્થા પશુના સામેના ભાગે કરી . ચોમાસા દરમ્યાન મચ્છરો તેમજ જીવાતોના ત્રાસથી બચાવવા જરુરી ઉપકરણો લગાવ્યા . રોગોનો ઉપદ્રવ ના થાય તે માટે સમયાંતરે દવાનો છંટકાવ કરવામાં આવે છે . ગાયોને બેસવા માટે શેડમાં રબર મેટ પાથરી , સમયે સમયે ગાયોનું છાણ અને મૂત્રનો નિકાલ કરવાની પણ ખાસ વ્યવસ્થા ગોઠવી . ગાયોને આટલી સુખસુવિધા પુરી પાડવાથી તેમજ ખાસ દરકાર રાખવાથી તેમને પશુઓને દૂધ ઉત્પાદન માં ખૂબ જ નફો પ્રાપ્ત થયો . ખર્ચમાં પણ ઘણો ઘટાડો થતા બચત પણ સારી એવી થવા લાગી . વૈજ્ઞાનિક અભિગમ અપનાવવાથી ઉચ્ચ દૂધ ઉત્પાદન મળતા તેમની કમાણી બમણી થઇ . આત્મા દ્વારા સિધિને બિરદાવવા તેમને રાજય કક્ષાનો વર્ષ 2012 – 13 નો ‘ બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ ‘ આપી સન્માનવામાં આવ્યા . દૂધ ઉત્પાદનથી થતી આવકની વિગતો ( લાખમાં ) ક્રમ વર્ષ વાર્ષિક વેચાણ ખર્ચ ચોખ્ખો નફો 1 2010 – 11 21 . 99 12 . 39 9 . 60 2 2011 – 12 28 . 32 16 . 92 11 . 41 3 2012 – 13 56 . 70 35 . 33 21 . 36 સ્ત્રોત :ડૉ . આર . એ . શેરસિયા તથા આત્મા સ્ટાફ -આત્મા ડાયરોકટોરેટ એન્ડ સમેતિ , ગાંધીનગર માર્ચ-2016 વર્ષ : 68 અંક : 11 સળંગ અંક : 815 કોલેજ ઓફ ઍગ્રીકલ્ચરલ ઇંન્ફોર્મેશન ટેકનોલોજી , આણંદ